Page Views: 4796

સીયારામ શુટીંગ સર્ટીંગના ટ્રેડ માર્કેનો ઉપયોગ કરી ડુપ્લીકેટ માલ વેંચનાર રાધે માર્કેટનો વેપારી ઝડપાયો

સાડી-ડ્રેસ મટીરીયલ્સ બાદ સુરતના કેટલાક લેભાગુ વેપારીઓ હવે બ્રાન્ડેડ શુટીંગ સર્ટીંગના કાપડ પણ ડુપ્લીકેટ ટ્રેડમાર્ક સાથે વેંચતા થયાનો પર્દાફાશ

સુરત-28-11-2020

રિંગરોડ પર આવેલી રાધે માર્કેટના વેપારી દ્વારા જાણીતી બ્રાન્ડ સીયારામ શુટીંગ સર્ટીંગના ટ્રેડ માર્કનો ઉપયોગ કરીને ડુપ્લીકેટ કાપડ પધરાવવામાં આવતું હોવાનું બહાર આવ્યુ છે. સીયારામ કંપનીના અધિકારીઓ દ્વારા પોલીસને સાથે રાખીને રાધે માર્કેટ ખાતે છાપો મારી ડુપ્લીકેટ કાપડ વેંચનારા વેપારીને ઝડપી લેવાયો છે. પોલીસના જણાવ્યા પ્રમાણેસ સુરતના કેટલાક લે ભાગુ કાપડના વેપારીઓ દ્વારા જાણીતી બ્રાન્ડની સાડીઓ અને ડ્રેસ મટીરીયલ્સ બાદ હવે શુટીંગ સર્ટીંગનું ડુપ્લીકેટ લેબલ લગાવીને પણ વેપારીઓ અને લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કાપડની જાણીતી બ્રાન્ડ સીયારામ પ્રિમીયમ અને શુંટીગ એન્ડ શર્ટીગ પ્રા.લીમીટેડ કંપનીના આઈ.પી.ઇન્વેસ્ટિગેશન ઓફિસર અબ્દુલ્લા હબીબ ખાન ( ઉ.વ.36, રહે. ઘર નં. ડી/202, ચદ્રેશ લોધારોડ, પુજાનગર, મીરા રોડ ( ઇસ્ટ ) મુંબઈ  ને અઠવાડીયા અગાઉ કંપની મારફતે જાણવા મળ્યું હતું કે સુરતના રીંગરોડ સ્થિત રાધે માર્કેટની બે દુકાન અગ્રવાલ શુટીંગ અને શીવા સેન્ટેટીકમાં તેમની કંપનોના નામનો ખોટો ઉપયોગ કરી ડુપ્લીકેટ કાપડ અને તેના ઉપર કંપનીના નામનું સ્ટીકર લગાવી વેચવામાં આવે છે. આ હકીકતના આધારે અબ્દુલ્લા ખાન અને સહકર્મીએ ગત સાંજે સલાબતપુરા પોલીસને જાણ કરી હતી. સલાબતપુરા પોલીસે તેમની સાથે રાધે માર્કેટમાં બંને દુકાનમાં છાપો મારી ત્યાંથી કંપનીના ટ્રેડમાર્કનો ઉપયોગ કરી કાપડ વેચતા વેપારી ગણેશભાઈ હુકમચંદ અગ્રવાલ ( ઉ.વ.47, રહે. ધર નં.204, કીર્તીકા એપોર્ટમેન્ટ, ઉમાભવન, ભટાર, સુરત ) ની ધરપકડ કરી તેમની બંને દુકાનમાંથી કાપડના 850 પીસ કબ્જે કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.વેપારી દ્વારા કેટલા સમયથી આ ગોરખધંધા કરવામાં આવતા હતા અને તેણે કોને કોને ઓરીજીનલના નામે ડુપ્લીકેટ કાપડનો જથ્થો પધરાવ્યો છે તેની પણ પોલીસે તપાસ હાથ ધરી છે.