Page Views: 23035

કોરોના વિસ્ફોટની સ્થિતિ હજુ પણ વધારે ગંભીર પરિણામો આવી શકે તેમ હોવાથી પાલિકા કમિશનરનો મહત્વનો નિર્ણય

શનિ-રવિના રોજ પાલિકાની તમામ કચેરીઓ ચાલુ રાખવાનો આદેશ

સુરત-28-11-2020

સુરત શહેરમાં દિવાળીના તહેવારો બાદ કોરોનાના કેસમાં ભયંકર રીતે વધારો થઇ રહ્યો છે. ગત રોજ કોરોનાના કેસની સંખ્યા લગભગ ત્રણ સો સુધી પહોંચી ગઇ છે અને રિ ઇન્ફેક્શનના આ તબક્કાના હજુ પણ ભયંકર પરિણામો આવી શકે તેમ હોવાનું ડોક્ટર આલમનું કહેવું છે. આવા સંજોગોમાં સુરત મહાનગર પાલિકાના કમિશનર બંછી નીધિ પાનીએ અગમચેતીના પગલા વાપરીને સુરત મહાનગર પાલિકાના તમામ કર્મચારીઓની શનિ-રવિવારની રજા કેન્સલ કરવાનો આદેશ કર્યો છે. એટલે કે આજ થી જ સુરત મહાનગર પાલિકાની તમામ કચેરીઓ શનિવાર અને રવિવારના રોજ રાબેતા મુજબ જ ચાલુ રહેશે અને તમામ કાર્યવાહી યથાવત રીતે જ ચાલુ રાખવામાં આવીશે. ઉલ્લેખનિય છે કે, સુરત શહેર અને જિલ્લામાં કોરોનાના કેસની વિસ્ફોટની પરિસ્થિતિ પ્રવર્તિ રહી છે અને દિન પ્રતિ દિન કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો થતો જોવા મળી રહ્યો છે. આવા સંજોગોમાં પાલિકાની જાહેર આરોગ્યથી માંડીને અનેક વિધ કાર્યવાહી પર તેની અસર ન થાય તેના માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોનાના કારણે હાલમાં સ્થિતિ અત્યંત નાજુક હોવાનું શહેરના ડોક્ટરોનું કહેવુ છે અને કોરોના રિ ઇન્ફેક્સન સ્ટેજમાં હોવાથી આગામી દિવસોમાં સ્થિતિ હજુ પણ વધારે વિસ્ફોટક બની શકે છે.