Page Views: 2945

તેજસ્વી અભિનેતા-નિર્દેશક અમોલ પાલેકર

રંગમંચ પર અમોલ પાલેકરનું યોગદાન પણ યાદગાર છે

સુરત-નરેશ કાપડીઆ દ્વારા

અમોલ પાલેકર ૭૬ વર્ષના થયા. હિન્દી અને મરાઠી ફિલ્મોના જાણીતા અભિનેતા,દિગદર્શકઅને નિર્માતા અમોલ પાલેકરનોજન્મ૨૪ નવેમ્બર, ૧૯૪૪ના રોજ મુંબઈમાં થયો હતો. અભિનેતા રૂપે અમોલજીને‘ગોલમાલ’ના અભિનય માટે ફિલ્મફેર એવોર્ડ અને મહારાષ્ટ્ર રાજ્યના છ એવોર્ડ્સ મળ્યાં છે. એક સારા અભિનેતા રૂપે તેમને હિન્દી ઉપરાંત મરાઠી, બંગાળી, મલયાલમ અને કન્નડ ફિલ્મોમાં સરાહના મળી હતી.અમોલ મુંબઈની સર જે.જે. સ્કૂલ ઓફ આર્ટસમાંફાઈનઆર્ટસભણ્યા અને પેઈન્ટર રૂપે કારકિર્દી શરૂ કરી હતી. તેમને સાત જેટલાં વન મેન અને અનેક ગ્રુપ પેઈન્ટીંગશોઝ કર્યા છે.દરમિયાનમાંતેઓ હિન્દી-મરાઠી નવી રંગભૂમિ પર પણ અભિનેતા, દિગ્દર્શક કે નિર્માતા રૂપે ૧૯૬૭થી સક્રિય હતા. આપણે તેમને હિન્દી ફિલ્મોના અભિનેતા રૂપે વધુ જોયાં છે માટે તેમના રંગમંચ પ્રદાન પર ઓછું ધ્યાન આપીએ છીએ.તેમણે સત્યદેવદુબે સાથે મરાઠી પ્રયોગાત્મક નાટકો કર્યા અને ૧૯૭૨ બાદ પોતાનું ‘અનિકેત’ નાટ્ય જુથ શરૂ કર્યું હતું.સિત્તેરનાદાયકામાં આપણી આસપાસ રહેતાં સીધા સાદા યુવાનનીવિવિધ ભૂમિકાઓમાં તેમને ખુબ લોકપ્રિયતા મળી. તે સમયમાં હિન્દી ફિલ્મોના બાકીના હીરો તો લાર્જર ધેન લાઈફ હતાં.જોકે ૧૯૮૬ પછી તેમણે અભિનય કરતાં ફિલ્મ સર્જન તરફ વધુ ધ્યાન આપ્યું.ફિલ્મ નિર્દેશક રૂપે અમોલજીએમહિલાઓનાસંવેદનો, ભારતીય સાહિત્યની ક્લાસિકવાર્તાઓ અને પ્રગતિશીલ પ્રકારની રજુઆતો કરી. તેમની ‘કચ્ચીધૂપ’, ‘મૃગનયની’, ‘નકાબ’, ‘પાઉલખુના’ કે ‘ક્રિશ્નાકાલી’ જેવી ટીવી શ્રેણીઓતેની સાક્ષી છે.મુંબઈની જનરલ પોસ્ટ ઓફિસમાં કામ કરતા કમલાકર અને ખાનગી કંપનીમાં કામ કરતા સુહાસીનીપાલેકરના નીચલા મધ્યમ વર્ગના પરિવારમાં અમોલનો જન્મ થયો હતો. તેમના ત્રણ બેનો નીલમ, રેખા અને ઉન્નતી સાથે તેઓ મોટા થયા.અભિનયનીકામગીરી અપનાવી તે પહેલાં અમોલ બેંક ઓફ ઇન્ડિયામાંકામ કરતા હતા.અમોલનેપહેલાં પત્ની ચિત્રા દ્વારા બે દીકરી છે અને છૂટાછેડા લીધા બાદ લેખિકા સંધ્યા ગોખલે સાથે તેમણે લગ્ન કર્યા છે. અમોલ પાલેકર પોતાને અગ્નોસ્ટિકએથીસ્ટ રૂપે વર્ણવે છે.

મરાઠીમાંસત્યદેવદુબેનિર્દેશિત‘શાંતતા! કોર્ટ ચાલુ આહે’ (૧૯૭૧) ફિલ્મથીઅમોલ પાલેકરે ફિલ્મ અભિનયની શરૂઆત કરી હતી. એ ફિલ્મે મરાઠીમાં નૂતન સિનેમા આંદોલન શરૂ કર્યું હતું. ૧૯૭૪માં બાસુચેટરજીએઅમોલને‘રજનીગંધા’ અને નાના બજેટની ‘છોટીસી બાત’ના નાયક રૂપે પસંદ કર્યા અને બધું બદલાઈ ગયું. એમને આવી ‘મિડલક્લાસ’ કોમેડી માટે અનેક ફિલ્મો મળી. જે મનોરંજનનોએક અનોખો વિકલ્પ બની રહી. એમાં હૃષીકેશ મુખર્જી જેવાં તેજસ્વી નિર્દેશકની‘ગોલમાલ’ કે ‘નરમ ગરમ’ જેવી ફિલ્મો આવી. ‘ગોલમાલ’નાઅભિનય માટે અમોલને શ્રેષ્ઠ અભિનેતાનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો.તદ્દન સામાન્ય માણસની ભૂમિકા કરીને તેમણે ‘છોટીસી બાત’, ‘ગોલમાલ’, ‘ઘરોંદા’ કે ‘બાતોંબાતોં મેં’ જેવી ફિલ્મોથીખુબ લોકપ્રિયતા મેળવી હતી. ‘સોલવાસાવન’માંઅમોલ ૧૬ વર્ષના શ્રીદેવીના હિન્દી ફિલ્મોના પહેલાં નાયક બન્યા હતા. ૧૯૮૨માં મલયાલમ ‘ઓલંગલ’માંકામ કર્યું. પછી મરાઠી ફિલ્મ ‘આક્રીએત’નું નિર્દેશન કર્યું. પછી ‘થોડા સા રૂમાની હો જાયે’ અને ‘પહેલી’ જેવી ફિલ્મોના નિર્દેશનથીતેમનું માન વધ્યું. તેમની ફિલ્મો માનવીય વર્તન માટે મેનેજમેન્ટનાવિદ્યાર્થીઓને બતાવાતી. ‘પહેલી’ ઓસ્કારમાટેની ભારતની ૨૦૦૬ની પ્રતિનિધિ ફિલ્મ બની.

અમોલ પાલેકરેપચાસથીવધુ ફિલ્મોમાં અભિનય અને ૧૪ જેટલી ફિલ્મોનું નિર્દેશન કર્યું છે. તેમના અભિનય વાળી ફિલ્મોમાં ‘રજનીગંધા’, ‘ચિત્તચોર’, ‘ઘરૌંદા’, ‘ભૂમિકા’, ‘દામાદ’, ‘સફેદ જુઠ’, ‘બાતોંબાતોં મેં’, ‘ગોલમાલ’, ‘મેરી બીવી કી શાદી’, ‘અપને પરાયે’, ‘નરમ ગરમ’, ‘રંગબિરંગી’, ‘ખામોશ’ કે ‘અનકહી’ને યાદ કરી શકાય. તેમણે નિર્દેશિત કરેલી ફિલ્મોમાં મરાઠી ‘આક્રેઈત (અકલ્પનિય)’, ‘સમાંતર’ કે ‘ધૂસર’ ઉપરાંત ‘અનકહી’, ‘થોડા સા રૂમાની હો જાયે’, ‘બાંગરવાડી’, ‘દાયરા’, ‘અનાહત’, ‘કૈરી’, ‘કલ કા આદમી’, ‘પહેલી’, નેશનલ એવોર્ડ વિજેતા અંગ્રેજી ફિલ્મ ‘ક્વેસ્ટ’ યાદ કરી શકાય.

અમોલ પલેકરનુંટીવી પર પણ સરાહનીય કાર્ય છે. ‘કચ્ચીધૂપ’ (૧૯૮૭), ‘નકાબ’, ‘ પાઉલખુના’, ‘મૃગનયની’, ‘કરીનાકરીના’, ‘આ બેલ મુઝે માર’, ‘એક નઈઉમીદ – રોશની’ કે રીયાલીટી શો ‘કલાકર્જ’ માં તેઓ હતા.

હાલ અમોલ તેમના પત્ની અને બે દીકરીઓ સાથે મુંબઈમાં રહે છે.અમોલ પાલેકરના જાણીતા ગીતો: રજનીગંધા ફૂલ તુમ્હારે, કઈ બાર યું હી સોચા હૈ (રજનીગંધા), જાનેમનજાનેમનતેરે દો નયન, ન જાને કયું હોતા હૈ (છોટીસી બાત), જબ દીપ જલે આના, ગોરી તેરાગાંવબડાપ્યારા, તું જો મેરે સૂર મેં (ચિત્તચોર), એક અકેલા ઇસ શહર મેં, દો દીવાને શહર મેં (ઘરોંદા), આનેવાલાપલ, ગોલમાલ હૈ ભાઈ (ગોલમાલ), રઘુબરતુમકો મેરી લાજ,ઠુમક, ઠુમક પગ દુમક કુંજ મધુ, મુજકોભી રાધા બના લે નંદલાલ(અનકહી).

નવેમ્બરના સિતારા– નરેશ કાપડીઆ પુસ્તકનો અંશ