સુરેન્દ્રનગર-24-11-2020
પાટણના રાધનપુર અને વારાહી તાલુકાના રહેવાસીઓ ચોટીલા દર્શન કરવા આવ્યા હતા અને ત્યાંથી પરત ફરતી વખતે તેમને અકસ્માત નડ્યો હતો.. જેમાં સાત વ્યક્તિના મોત થયા છે.
સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના ખેરવા ગામ પાસે ડમ્પર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા ૭ લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતા. ચોટીલા દર્શન કરીને પરત ફરી રહેલાં પાટણ જિલ્લાના વારાહી અને રાધનપુર તાલુકાના દર્શનાર્થીઓ ઇકો કારમાં સવાર હતા, ત્યારે ડમ્પર સાથે અકસ્માત સર્જાતાં ડ્રાઇવર સહિત સાત લોકો બળીને ભડથું થઇ ગયા હતા. સુરેન્દ્રનગરના માલવણ હાઇવે પર આજે સવારે સાડા પાંચ વાગ્યે અકસ્માત સર્જાયો હતો. ઇકો કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાતા કાર ખાડામાં ઉતરી ગઇ હતી. જે બાદ કારમાં આગ ભભૂકી ઊઠી હતી. કારમાં સવાર લોકો બહાર નીકળી શક્યાં નહોતાં. આ ઘટનામાં ટ્રાઇવર સહિત સાત લોકોના મોત થયા છે.
• Share •