સુરત-24-11-2020
સુરત શહેરમાં કોરોનાના સંક્રમણમાં ચિંતાજનક રીતે વધારો થઇ રહ્યો છે. સતત વધી રહેલા કોરોનાના કેસ સાથે આજે સવારે સુરત શહેરના મેયર ડોક્ટર જગદીશ પટેલનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો હોવાનું તેમણે ટ્વીટર પર પોસ્ટ મુકીને જણાવ્યું છે. મેયર ડો.જગદીશ પટેલે જણાવ્યું હતું કે, માર્ચ મહિનાથી વકરેલી કોરોનાની પરિસ્થિતિમાં સતત કાળજી રાખીને સેવા કાર્યમાં હું જોતરાયેલો રહ્યો હતો. સ્મિમેર હોસ્પિટલ ખાતે પણ ડોક્ટર તરીકે સેવા આપીને કાર્ય કર્યું હતું ઉપરાંત ફિલ્ડમાં પણ કમિશનર સાથે અને શહેરના અન્ય વિસ્તારોમાં પણ સતત લોકસેવાનું કાર્ય કરતો રહ્યો હતો. આખરે ગત રોજથી થોડું શરદી ખાંસી જેવુ લાગતા મેં રેપિડ ટેસ્ટ કરાવ્યો હતો અને તે પોઝીટીવ આવતા હું હોમ ક્વોરન્ટાઇન થયો છું. આજે સાંજે RT_PCR ટેસ્ટ કરવામાં આવશે. હાલમાં મેયર ડો.જગદીશ પટેલની તબિયત સ્વસ્થ છે.
• Share •