Page Views: 10929

સુરત-વડોદરા અને રાજકોટમાં આવતી કાલથી રાત્રી કરફ્યુ

સ્થિતિની સમીક્ષા કરાયા બાદ રાજ્ય સરકારે નિર્ણય લીધો

ગાંધીનગર-20-11-2020

અમદાવાદ બાદ રાજકોટ વડોદરા અને સુરતમાં પણ છેલ્લા દિવસોમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. સ્થિતિ ભયાવહ બની રહી હોવાનો અંદાજ હવે રાજ્ય સરકારને પણ આવ્યો છે અને તેના કારણે આજે સાંજે અમદાવાદમાં કરફ્યુ  અને રાજ્યની કોરોનાની સ્થિતિ અંગે નીતિન પેટેલે માહિતી આપી હતી. મુખ્યમંત્રીની  અધ્યક્ષતામાં કોરોનાની સ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી હતી. નીતિન પટેલે જણાવ્યું  હતું કે, આવતીકાલથી સુરત, વડોદરા અને રાજકોટમાં પણ રાતના 9થી સવારના 6 સુધી કરફ્યુ નો નિર્ણય લેવામાં આવ્યો છે. નાગરિકોએ સહેજ પણ ભયભીત થવાની જરૂર નથી. શનિવારે રાત્રે  9 વાગ્યાથી સોમવાર સવારે 6 વાગ્યા સુધી કરફ્યુ  જાહેર કરવામાં આવ્યો છે. તેની ચર્ચા કરવામાં આવી છે. તે માટે ગૃહ વિભાગના નોટિફિકેશન તૈયાર કરવાની ચર્ચા કરવામાં આવી છે. હોસ્પિટલમાં બેડો ખાલી નથી તે વાત ખોટી છે. નીતિન પટેલે જણાવ્યું હતું કે, અમદાવાદની પદ્ધતિ પ્રમાણે જ સુરત, વડોદરા અને રાજકોટમાં પણ આગોતરા પગલા તરીકે સાવચેતીના ભાગરૂપે કોઇ મોટી સંખ્યામાં આ ત્રણેય શહેરોમાં કેસનો વધારો ન થયો હોવા છતાં કોરોનાની સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. ગઇકાલે ગુજરાતમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 1340 હતી. તે આજે 1420 થઇ છે. મોટા પ્રમાણમાં ટેસ્ટિંગ ચાલુ કરવામાં આવ્યું છે. મહદઅંશે કોરોના સંક્રમણ રોકવામાં સફળ રહ્યાં છીએ. જો કે, સમગ્ર તંત્રમાં હજુ પણ કોરોનાને લઇને એક પ્રકારનો ખોફ જોવા મળે છે અને આગામી દિવસોમાં સ્થિતિ નિયંત્રણમાં નહીં આવે તો કરફ્યુની સમય મર્યાદા વધારવામાં આવી શકે છે. ખાસ કરીને સુરત, વડોદરા અને રાજકોટમાં પણ વધારે સમય માટે કરફ્યુ લાગુ કરવામાં આવશે એવુ હાલમાં લાગી રહ્યું છે.