Page Views: 8080

ગુજરાત સહિત દેશભરમાં ભગવો લહેરાયો તેની પાછળનું એક જ કારણ " મોદી હૈ તો મુમકીન હૈ" : પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ

પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની ઉપસ્થિતમાં શહેર ભાજપના પ્રમુખ પદનો ચાર્જ સંભાળતા નિરંજનભાઈ ઝાંઝમેરા સુરત મહાનગરની તમામ બેઠકો કબ્જે કરીશુ : નિરંજનભાઈ ઝાંઝમેરા

સુરત તા.11-11-2020

આદરણીય પ્રદેશ અધ્યક્ષ  સી.આર.પાટીલની વિશેષ ઉપસ્થિતમાં ભારતીય જનતા પાર્ટી, સુરત મહાનગરના નવનિયુક્ત અધ્યક્ષ નિરંજનભાઈ ઝાંઝમેરાએ આજરોજ ભાજપા કાર્યાલય, ઉધના ખાતે કાર્યકર્તાઓ, શુભેચ્છકોની હાજરીમાં વિજય મુહૂર્તમાં પદભાર સંભાળી લીધો હતો. ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં તમામ બેઠકો પર રેકોર્ડ બ્રેક લીડથી જીત અપાવવા બદલ ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલને પાર્ટીના હોદ્દેદારો, કાર્યકર્તાઓ, શુભેચ્છકોએ સ્ટેન્ડિંગ ઓવેશન આપી સન્માન આપ્યું હતું.    ભાજપા કાર્યાલય ખાતે આજના કાર્યક્રમમાં ઉપસ્થિત કાર્યકર્તાઓને સંબોધન કરતાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે કાર્યકર્તાઓ ને સવાલ કરતાં જણાવ્યુંકે, ગુજરાત વિધાનસભાની તમામ 8 બેઠકો પર ભવ્ય જીત મળી તેની પાછળનું કારણ તમને ખબર છે ? આ સવાલનો જવાબ આપતાં આદરણીય પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલે જણાવ્યુંકે, "મોદી હૈ તો મુમકીન હૈ". આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીજીની પ્રચંડ લોકપ્રિયતાના કારણે સમગ્ર દેશમાં ભગવો લહેરાયો છે.     પેટા ચૂંટણીમાં ભવ્ય સફળતા બાદ હવે આગામી દિવસોમાં આવનારી મહાનગર, નગરપાલિકા, નગરપાલિકાની ચૂંટણીમાં પણ ભવ્ય જીત કેમ મેળવી શકાય તે અંગે આદરણીય પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર પાટીલે ઉપસ્થિત કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું હતું અને આગામી સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં કૉંગ્રેસના ઉમેદવારોની તમામ બેઠકો પર જમાનત જપ્ત થાય તેનો આજથી જ સંકલ્પ લઈ તે  દિશામાં કાર્યરત થવા હાકલ કરી હતી. નવનિયુક્ત શહેર અધ્યક્ષ નિરંજનભાઈ ઝાંઝમેરાએ જણાવ્યુંકે, ગુજરાતના 39 શહેર અને જિલ્લાના નવા પ્રમુખના નામની જાહેરાત કરવામાં આવી પરંતુ હું ભાગ્યશાળી છું કે, આદરણીય પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ આજે મને આશીર્વાદ આપવા માટે વિશેષ ઉપસ્થિત રહયા તે બદલ હું પાટીલ સાહેબનો ઋણ સ્વીકાર કરી આભાર વ્યક્ત કરું છું.     વધુમાં  નિરંજનભાઈએ મોવડીમંડળનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યુકે, મોવડીમંડળે મારાં પર જે ભરોસો મુક્યો છે તે વિશ્વાસ હું પૂર્ણ કરીશ અને આવનારી સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં વોર્ડની તમામ 120 બેઠકો કબ્જે કરી કોંગ્રેસ મુકત સુરત બનાવીશું.            વધુમાં કાર્યકર્તાઓને સંબોધન કરતાં નિરંજનભાઈએ જણાવ્યુંકે, ભારતીય જનતા પાર્ટી ક્યારેય કોઈ કાર્યકર્તાને હોદ્દો નથી આપતી પરંતુ જવાબદારી આપે છે અને મને મળેલી આ જવાબદારી હું પુરી નિષ્ઠાથી નિભાવીશ.તત્કાલીન શહેર પ્રમુખ નીતિનભાઈ ભજીયાવાળાએ નવનિયુક્ત શહેર અધ્યક્ષ નિરંજનભાઈ ઝાંઝમેરાએ જણાવ્યુંકે, બેવડો ખુશીનો માહોલ છે. ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં પ્રચંડ જીતના શિલ્પી આદરણીય પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલસાહેબની ચૂંટણી વ્યુરચના, કાર્યકર્તાઓની મહેનત, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ની લોક કલ્યાણકારી નીતિના પરિણામે ભવ્ય જીત મળી છે.                     

   આજના કાર્યક્રમમાં મેયરશ્રી ર્ડો. જગદીશભાઈ પટેલ, સાંસદ શ્રીમતી દર્શનાબેન જરદોષ, ધારાસભ્યોશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ, વોર્ડ પ્રમુખશ્રીઓ, કાર્યકર્તાઓ, શુભેચ્છાકો મોટી સંખ્યામાં હાજર રહયા હતા.