Page Views: 8509

સ્ટાર અભિનેત્રી માલા સિંહા

માલાસિંહાએ 100 કરતા વધુ ફિલ્મોમાં કામ કર્યું છે

સુરત-નરેશ કાપડીઆ

વીતેલા વર્ષોના હિન્દી, બંગાળી અને નેપાળી ફિલ્મોના જાણીતા અભિનેત્રી માલા સિંહા ૮૪ વર્ષના થશે. ૧૧ નવેમ્બર, ૧૯૩૬ના રોજ તેમનો કોલકાતામાં જન્મ. તેઓ તેમની પ્રતિભા અને ખુબસુરતી માટે જાણીતા બન્યા અને પચાસથી સિત્તેરના દાયકાના હિન્દી ફિલ્મોના ટોચના અભિનેત્રી બન્યાં હતાં. તેમણે સો જેટલી ફિલ્મોમાં અભિનય કર્યો હતો, જેમાં પ્યાસા’, ‘અનપઢ’, ‘દિલ તેરા દીવાના’, ‘ગુમરાહ’, ‘હિમાલય કી ગોદ મેં’, ‘હરિયાલી ઔર રાસ્તા’, ‘આંખેકે મર્યાદાની સફળતાને યાદ કરી શકાય.

નેપાળી મૂળના પરિવારમાં માલાનો જન્મ થયો હતો. તેમના પિતા આલ્બર્ટ સિંહા નેપાળી ખ્રિસ્તી હતાં. તેમનો જન્મ-ઉછેર કોલકાતામાં થયો અને સિંહા જેવી બંગાળી અટક હોવાને લીધે તેઓ બંગાળી પિતા અને નેપાળી માતાના સંતાન હોવાની ભૂલ ભરેલી માન્યતા છે. માલાનું મૂળ નામ અલ્ડાહતું અને તેમની સ્કુલ ફ્રેન્ડ્સ તેમને ડાલ્ડાકહીને ખીજવતા. તેથી તેમણે તેમનું નામ બેબી નઝમા રાખીને ફિલ્મ અભિનયની શરૂઆત કરી હતી અને મોટા થઈને માલા સિંહા નામ રાખ્યું. બાળપણમાં તેઓ નૃત્ય અને ગાયન શીખ્યા હતાં.ભલે તેઓ આકાશવાણીના માન્ય ગાયિકા હતાં, પણ માલાજીને ફિલ્મોને માટે ગાવા ન દેવાયા, માત્ર લલકારમાં તેમણે ગાયું હતું.તો ૧૯૪૭થી ૧૯૭૫ સુધી તેઓ મંચ પર ગાઈને સ્ટેજ શો કરતાં હતાં.

બંગાળી ધાર્મિક ફિલ્મોમાં બાળ કલાકાર રૂપે તેમણે શરૂઆત કરી હતી. બંગાળી નિર્દેશક અર્ધેંદુ બોઝે માલાને સ્કૂલના નાટકમાં અભિનય કરતાં જોયાં અને પિતાજીને સમજાવીને રોશનારા’ (૧૯૫૨)માં પહેલીવાર નાયિકા બનાવ્યા હતાં.પછી એક બંગાળી ફિલ્મ માટે તેઓ મુંબઈ ગયાં જ્યાં જાણીતા અભિનેત્રી ગીતા બાલીને મળવાનું થયું. તેમણે માલાનો પરિચય કેદાર શર્મા સાથે કરાવ્યો. જેમણે માલાને રંગીન રાતેંના નાયિકા બનાવ્યાં. પ્રદીપ કુમાર સામે બાદશાહમાં તેઓ પહેલી વાર હિન્દી દર્શકો સામે આવ્યાં. જે નિષ્ફળ ગઈ. પણ કિશોર સાહુની પ્રદીપ કુમાર સામેની હેમલેટમાં તેમના વખાણ થયાં. પછી બલરાજ સાહની નિર્દેશિત લાલ બત્તી’, સોહરાબ મોદીની નૌશેરવન--આદિલ’, રમેશ સાઈગલની રાજ કપૂર સામેની ફિર સુબહ હોગીજેવી ફિલ્મો દ્વારા તેઓ વિવિધ ભૂમિકા કરી શકનાર અભિનેત્રી રૂપે બહાર આવ્યાં.

પચાસના દાયકામાં માલા સિંહાને પ્રદીપ કુમાર સામે ફેશન’, ‘ડિટેકટીવકે દુનિયા ના માનેમાં સફળતા મળી. ગુરુ દત્ત સાથેની પ્યાસાતેમને માટે ટર્નિંગ પોઈન્ટ બની. યશ ચોપ્રા નિર્દેશિત પહેલી ફિલ્મ ધુલ કા ફૂલમાં તેઓ નાટકીય રીતે સફળ થયાં. સાંઠના દાયકામાં માલા સિંહાની રાજ કપૂર સાથે પરવરિશ’, ‘મૈ નશે મેં હું’, શમ્મી કપૂર સાથે ઉજાલા’, ‘દિલ તેરા દીવાનાની સફળતા હતી. પછી લવ મેરેજ’, ‘માયાની સફળતા આવી.માલા સિંહાની પ્રતિભા જ્યાં ટોચ પર હતી તેવી ફિલ્મોમાં બહુરાની’, ‘ગુમરાહ’, ‘ગેહરા દાગ’, ‘અપને હુએ પરાયેકે જહાંનારા’ ‘આંખે’, ‘ગીત’, ‘લલકારકે સંજીવ કુમાર સાથેની ઝીંદગીયાદગાર હતી.

તેમના સીનીયર એક્ટર્સ રાજ કપૂર, દેવ આનંદ, કિશોર કુમાર, પ્રદીપ કુમાર હોય કે તેમની સામે ઉભરતા શમ્મી કપૂર, રાજેન્દ્ર કુમાર કે રાજ કુમાર હોય, માલા સિંહાની ભૂમિકા તેમના જેવી જ રહેતી. તેમની સામે નવોદિત કલાકારો રૂપે મનોજ કુમાર, ધર્મેન્દ્ર, રાજેશ ખન્ના, સુનીલ દત્ત, જીતેન્દ્ર કે અમિતાભ બચ્ચન આવ્યાં. તેમની સૌથી સફળ ફિલ્મ મર્યાદા’ (૧૯૭૧) રહી. અનેક બંગાળી ફિલ્મોમાં તેઓ ઉત્તમ કુમાર અને કિશોર કુમાર સાથે નાયિકા બન્યાં. ૧૯૭૪ પછી તેમણે માત્ર સારી ભૂમિકાઓ જ કરી, જેમાં ૩૬ ઘંટે’, ‘ઝીંદગી’, ‘કર્મયોગી’ ‘બાબુઆવી.

તેમણે એક માત્ર નેપાળી ફિલ્મ મોટા એસ્ટેટ ઓનર સી.પી. લોહાની સાથે કરી. તેમની સાથે લગ્ન કર્યા. પણ માલાજી મુંબઈ જ રહ્યાં,લોહાની સાહેબનો મોટો બિઝનેસ નેપાળમાં રહ્યો. દીકરી પ્રતિભા આવી, જે પણ અભિનેત્રી બન્યાં.લગ્ન પછી પણ માલા સિંહા અભિનય કરતાં રહ્યાં. નેવુંના દાયકા બાદ પતિ સાથે માલા સિંહા મુંબઈમાં બાન્દ્રામાં નિવાસ કરે છે.