Page Views: 6264

જમ્મુ કાશ્મીરના ફુલગામમાં આતંકવાદીઓએ ભાજપના ત્રણ નેતાની હત્યા કરી

સવારે ત્રાટકેલા આતંકીઓએ ત્રણેય નેતાઓને ગોળીઓથી વિંધી નાંખ્યા

જમ્મુ કાશ્મીર-30-10-2020

જમ્મુ-કાશ્મીરના કુલગામના એક ગામમાં આતંકવાદીો દ્વારા ત્રણ ભાજપા કાર્યકર્તાઓની હત્યા કરી દેવામાં આવી છે. સ્થાનીક પોલીસ દ્વારા આ અંગેની જાણકારી આપવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આજે શુક્રવારે સવારે લગભગ 8.20 વાગ્યે કુલગામ પોલીસને વાઈકે પોરા ગામમાં એક આતંકવાદી ઘટના ઘટી હોવાની માહિતી મળી હતી, જ્યાં આતંકવાદીઓએ ભાજપના ત્રણ કાર્યકર્તાઓ પર ગોળીબાર કર્યો હતો. આતંકવાદી હુમલાની જાણ થતા વરિષ્ઠ પોલીસ અધિકારીઓ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા. ત્રણેય ઈજાગ્રસ્ત કાર્યકર્તાઓને સારવાર માટે તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટર્સે તેમને મૃત જાહેર કર્યા. નેશનલ કોન્ફરન્સના નેતા ઉમર અબ્દુલ્લા અને મેહબૂબા મુફ્તીએ આ આતંકવાદી હુમલાની ટીકા કરી છે.  પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર જાણવા મળ્યું છે કે આતંકવાદીઓએ ભાજપના ત્રણેય કાર્યકર્તાઓ પર ગોળીબાર કર્યો હતો. મૃતકોની ઓળખ ભાજપના જિલ્લા યુવા મહાસચિવ ફિદા હુસૈન યાતૂ, કાર્યકર્તા ઉમર રાશિદ અને ઉમર રમજાન હાજમ તરીકે કરવામાં આવી છે જેઓ વાઈકે પુરાના રહેવાસી હતા.