Page Views: 88609

૨૫થી સરકાર શહેરીક્ષેત્રમાં ઉદ્યોગો શરુ કરવા શરતી મંજુરી આપશે

શહેરી વિસ્તારમાં આવતા અને કન્ટેનમેટ વિસ્તારની બહાર હોય અને એકસ્પાર્ટના ઓર્ડર હોય તેમને મંજૂરી આપવામાં આવશે

ગાંધીનગર-23-04-2020

રાજય સરકારમાં કોરોનાના સંક્રમણ વધી રહ્યું છે. પરંતુ ઉદ્યોગોની બંધ ગાડીને પાટે ચડાવવા માટે સરકાર દ્વારા પ્રયત્નો શરુ કરી દેવામાં આવ્યા છે. અને ધીમે ધીમે ઉદ્યોગોને શરતી મંજુરી આપવામાં આવી રહી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ૩૫ હજાર કરતા વધારે ઔદ્યોગિક એકમો કાર્યરત થઇ ગયા છે. જેમાં સવા ત્રણ લાખ લોકો કામ કરતા થયા છે. જે બાદ હવે શહેરીક્ષેત્રમાં આવેલા ઉદ્યોગોને પણ રપમીથી શરતી મંજૂરી આપવાનું સરકાર દ્વારા નક્કી કર્યું છે.  જે અંગેની માહિતી આજે રાજયના મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે આપી હતી.

તેમણે જણાવ્યું હતું કે રાજયમાં વર્તમાન પરિસ્થિતિમાં લોકોને જીવનજરૂરી ચીજવસ્તુઓ પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. રાજયમાં મોટાભાગના માર્કેટયાર્ડ ચાલુ થઇ ગયા છે. ઔદ્યોગિક એકમો પણ ધીરે ધીરે કાર્યરત થઇ રહ્યા છે. હવે શહેરીક્ષેત્રમાં આવેલા ઉદ્યોગોને પણ રપમીથી શરતી મંજૂરી આપવાનું સરકાર દ્વારા નક્કી કર્યું છે.  જે આગામી તા. રપ એપ્રિલથી શહેરી વિસ્તારમાં આવતા અને કન્ટેનમેટ વિસ્તારની બહાર હોય અને એકસ્પાર્ટના ઓર્ડર હોય તેમને મંજૂરી આપવામાં આવશે.

 તેમણે વધીમાં જણાવ્યું હતું કે બી.પી.એલ. કાર્ડ ધારકો માટે વધુ એક વખત મફત અનાજ આપવાનું જાહેર કરવામાં આવ્યું છે. રાજયમાં ૬૬ લાખ કાર્ડ ધારકોને આગામી તા. રપ મીથી ર૯ એપ્રિલ સુધી ૩.પ કિલો ઘઉં, ૧.પ૦ કિલો ચોખા વિનામુલ્યે આપવામાં આવશે. આ સમય દરમ્યાન જો કોઇ રહી ગયા હોય તેવા લોકોને તા. ૩૦ મી એપ્રિલે આપવામાં આવશે. આ વિતરણ વ્યવસ્થા સારી અને સરળ રીતે ચાલે તે માટે સૌને સાથ અને સહકાર આપવા વિનંતી કરવામાં આવે છે.