નવી દિલ્હી-23-4-2020
વર્ષ ૨૦૨૦માં થનારી અમરનાથ યાત્રા રદ નહીં થાય, સરકારે અમરનાથ યાત્રા રદ કરવાનો નિર્ણય પાછો ખેંચ્યો છે. આ વર્ષે પવિત્ર અમરનાથ યાત્રા ૨૩ જૂનથી શરુ થશે.
આ પહેલા કોરોના મહામારીના પ્રકોપને લીધે શ્રી અમરનાથજી શ્રાઇન બોર્ડના ચેરમેન અને ઉપરાયપાલ ગિરીશ ચદ્રં મુર્મુએ ૩૮મી બોર્ડ મિટીંગનુ નેતૃત્વ કરતા જમ્મુના ભવનમાં પવિત્ર યાત્રા રદ કરવાનો મહત્વનો નિર્ણય લીધો હતો.આ બેઠક પછી જાહેરાત કરવામાં આવી હતી કે કાશ્મીરમાં ૭૭ રેડ ઝોન છે આ કારણસર પવિત્ર અમરનાથ યાત્રા રદ કરી દેવી જોઇએ. પવિત્ર અમરનાથ યાત્રા માટે શ્રદ્ધાળુઓ આજ ટસ દ્રારા જાય છે. મહામારીને કારણે શ્રદ્ધાળુઓ માટે કેમ્પ લગાવવા, મેડિકલ ફેસિલિટીઝ, લંગર અને બરફ હટાવવા જેવા જરી કામ અશકય છે.
ઉપરાયપાલે કહ્યુ હતું કે ભારત સરકારે લોકડાઉનને ૩ મે સુધી લંબાવ્યુ છે અને આગામી સમય માટે સ્થિતિ સ્પષ્ટ્ર નથી. એવામાં પવિત્ર અમરનાથ યાત્રાની મંજૂરી આપવી યોગ્ય નથી, અમારા માટે તમામ શ્રદ્ધાળુઓની સુરક્ષા પ્રથમ સ્થાને છે.
• Share •