Page Views: 83110

ઝડપથી કોરોનાના વધી રહેલા કેસને જોતા કેન્દ્ર સરકારે ૨૦થી વધુ નવા હૉટસ્પૉટ જાહેર કર્યા

ગાંધીનગર-ભાવનગર સહીતના સ્થળોનો હોટસ્પોટમાં કરાયો સમાવેશ

નવીદિલ્હી-07-04-2020

ચીનથી વિશ્વભરને ભરડામાં લેનાર કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા ભારતમાં પણ દિવસેને દિવસે વધી રહી છે. દેશમાં અત્યાર સુધી કોરોના દર્દીઓની સંખ્યા ૪૯૦૦ને પાર થઇ ગઈ છે. ૧૪૯ લોકોના કોરોનાને કારણે મોત થયા છે. ઝડપથી કોરોનાના વધી રહેલા કેસને જોતા કેન્દ્ર સરકારે દેશમાં ૨૦થી વધુ સ્થળોની ઓળખ કોરોના વાયરસના નવા હૉટસ્પૉટ તરીકે કરી છે. જેમાં ગાંધીનગરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
કેન્દ્ર સરકારએ જે શહેરો અને જિલ્લાઓને કોરોના હૉટસ્પૉટ તરીકે જાહેર કર્યા છે. ત્યાંથી મોટાભાગે ૧૦ થી ૨૦ કોરોનાના દર્દી મળ્યા છે. આ કોરોના હૉટસ્પૉટ શહેરોમાં ગાંધીનગર, લેહ-લદાખ, જૈસલમેર, બાંદીપુરા, પંજાબના શહીદ ભગત નગર-સાસ નગર- અને રૂપનગર, દેહરાદૂન, સહારનપુર, પલપલ, ઝૂંઝૂનૂં ટોંક, લખનઉ, નાગપુર, ભોપાલ, સુરત, નિઝામુદ્દીન, રંગારેડ્ડી, નલગોંડા, દક્ષિણ કન્નડ, કોઝિકોડ, તિરુવતનંતપુરમ, પશ્ચિમ ગોદાવરી, પૂર્વ ગોદાવરી, ભાવનગર, મદુરાઈ, વિલ્લુપુરમ, તમિલનાડુ, તિરરુચુલાપલ્લી, મલ્લપુરમ, નાગપુરનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ હોટસ્પોટ જાહેર કરવાની સાથે કેન્દ્ર સરકારે આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ૧૪ એપ્રિલ બાદ અનેક સ્થળોથી લૉકડાઉન હટાવી દેવામાં આવશે. એવામાં જે સ્થળોને કોરોના હૉટસ્પૉટ તરીકે નક્કી કરવામાં આવ્યા છે ત્યાં લૉકડાઉનને વધારવામાં પણ આવી શકે છે.