Page Views: 32138

સાહિત્ય સાંનિધ્ય ચિત્ર સ્પર્ધા ૪૬નું પરિણામ

વાણી એની લાગે જાણે જલદ તેજાબ છે, માણસ માણસ નથી એ હવે નકાબ છે.

વાપીઃ- નૂતન તુષાર કોઠારી નીલ 
સાહિત્ય સાનિધ્ય વોટસએપ ગ્રુપ દ્વારા ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાગ લેનારા કવિ લેખકો દ્વારા રજૂ કરાયેલી વિવિધ કૃતિઓ પૈકી ઉત્તમ રચનાઓને વિજેતા જાહેર કરવામાં આવી હતી. ચિત્ર સ્પર્ધા 46નું પરિણામ આ પ્રમાણે છે. 


૧. હરસુખભાઈ સુખાનંદી
           માણસ

મ્હોરાને એ  પ્હેરી  માણસ,
નાગ  સમો એ ઝેરી માણસ.
ખાઈ   એનું  ખોદે   માણસ,
નિજનાનો  એ વેરી માણસ.
ફોગટમાં  એ  ઝમીર વહેંચે,
નગરી  એ  અંધેરી  માણસ.
ધ્વંસ  થાતા  શાંતિ  મહેલો,
પાયામાં  એ  ખેરી  માણસ.
ચિન્હ સવાલ પુછે છે આજે,
બનશે  પ્રેમ દિવેલી માણસ ?

હરસુખભાઈ સુખાનંદી સીતારામ

૧.  નૂતન તુષાર કોઠારી 'નીલ'
 આ રચના પ્રકાશિત નથી કરવાની.

૧.  અંજનાબેન ગાંધી

કાચ તૂટતાં, પ્રતિબિંબ છવાયા, 
આતંકી કો'શૂળ ભોંકાયા??

છળવા પહેરી, ઓઢી આંચળો,
શાને?? દેશભરમાં છે છાયા??

થઈને છીએ જો એક જૂથમાં તોયે,
ઘરનાં ભેદી દુશ્મન લાયા??

કોને કોને ઓળખું બોલો??
જ્યાં બાંયો મહીં નાગ પળાયા??

અંજના ગાંધી "મૌનું"
વડોદરા

૧.    જગતભાઈ પટેલ
          જિંદગી...

જિંદગી જ્યાં એક પ્રશ્નાર્થ  મૂકી જાય છે..
ત્યાંજ જાણે આશ્ચર્ય સાથે અર્થ બદલી જાય છે...

પ્રેમની વ્યાખ્યા જીવનભર જાણવી ના હોય તો,,,
આવતા અંકે શરત લાગું લખાઈ જાય છે...

લાગણી ઉભરાય ત્યારે આ જીવન વ્યર્થ બને..
ને પછી તાજા કલમ લખતા ખીલી જાય છે...

હા વિરહ આવે ભરોસો તૂટવા પણ લાગશે,,
ત્યાં હવે જીવન ને અલ્પવિરામ લાગી જાય છે...

શું કહું હું આ જગત આખા ને કાંઇક તો કહું..
તોય પી.ટી.ઓ. કહી આગળ લખાઈ જાય છે...jn

જે. એન. પટેલ (જગત)
રખિયાલ

૧.  કોકિલાબેન રાજગોર
    
સવાલનો જવાબ ક્યાં છે??
સવાલ પર સવાલ જાગે છે
એને રોકી નથી શકતી..
મારું મન સવાલના મારાથી થાકી જાય છે..
હું સાવ મનો મંથનથી.. ચૂપચપ એ સવાલો મને જ પૂછું છું ખબર છે એના જવાબો છે જ નહી. તો મળશે ક્યાં થી?
આજનાં સમયનો સવાલ.. પુત્રી ને જન્મ આપવો નથી.. દીકરાને વહુ મળતી નથી..
સંતાનોને મા બાપનું ધન જોઈએ છે પણ મા બાપ નથી જોતાં..
આયનો જોવો છે પણ સત્ય ને સમજવું પારખવું નથી..
સૌ સવાર પડેને દોડે છે કમાવા... પણ બધું છૂટી જાય છે.. સવારે ભૂખ હોય સમય ના હોય સાંજે આવતાં થાકી જાય સામે જમવાનું આવે પણ ભૂખ મરી જાય ને આરામ કરવા ચાહે... સૂઈ જાય કાલની ચિંતામાં.
ધનવાન ઘર સુવિધા મોટર ગાડી હર સાહેબ માટે દોડે બનાવે પણ એ ભોગવે ક્યારે? એને સાચવવા નોકર ચાકર કમાય ને ભોગવે..
ખબર છે કંઈ સાથે નથી આવવાનું છતાં ભેગું કરી માંદો પડી બિમારીનો ભોગ બને પણ માણી શકે ક્યાં સુખ?
રુવાબથી ચાલતાં હોય ને હસતાં હોય પણ ખરેખર વ્યથિત જીવતાં હોય..
મહોરા પર મહોરો ચડાવી હાંફતાં ને દુઃખ ઢાઃકતાં હોય... અહી એ પણ કહું માનવ શ્રેષ્ઠ છતાં ક્યાં છે એમાં માનવતા.. બસ જીવે છે ને થાળે છે ત્યારે જાગતાં રડે છે અહીંથી પાછું વળી શકાતું નથી બસ પોતાનાં જ સવાલો મનમાં પડઘાય છે ને અશ્રુ રૂપે પસ્તાવો કરે છે પણ જવાબ મળતો નથી સવાલ પાછો પેઢી દર પેઢી એજ ઉદ્ ભવ્યા કરે છે કદાચ વધુ કપરા સ્વરુપે...
કોકિલા રાજગોર
ભીવંડી થાના

૨.    પુનિતભાઈ સરખેડી

ચહેરા પર અજીબ પ્રશ્ર્ન,
હુ કોણ...?
અબોલ...નિશબ્દ...
નજર સામેની ભિંત પર,
એક બોલકો અરીસો
મને મારી ઓળખ આપે છે...
ક્યારેક, સવારે હુ મને જ
નહી ઓળખુ તો...?
મારી ઓળખ શું...? ચહેરો...?
આ ચહેરો નહી રહે તો...?
હુ કોણ...?
ભિતરનો સવાલ...
શુ હુ જ મને 
મારા ચહેરાથી ઓળખુ છુ...?
હા...આત્માને ક્યાં ચહેરો છે,
આત્મમંથનની ઘડીએ,
જીંદગીની જીજીવિષાએ,
વિષાદથી ભરેલા મને
વિચારૂ છુ,
હુ મનેજ નથી ઓળખતો
તો પછી
આત્માની ઓળખ
ક્યાંથી થશે...? 
ચહેરાથી જ પરિચીત
આપણ બધા,
અને,
દોડ તો આપણી,
પારણાથી ચિતા સુધીનીજ...
...પુનિત સરખેડી
ભાવનગર.


૨.    કલ્પેશભાઈ વ્યાસ

હું કોણ છુ? (વ્હું એમ આય?)

એક વખત એકાંતમાં જ્યારે હું બેઠેલો
ત્યારે મનમાં એક અજીબ સવાલ આવ્યો
"હું કોણ છું?"
આત્મચિંતન કરીને પણ જવાબ ના મળ્યો 

એટલે દર્પણ સામે ઊભો રહી સવાલ કર્યો 
"હું કોણ છું?"
મારા પ્રતિબિંબે મને વળતો જ સવાલ કર્યો
"હું કોણ છું?"

જવાબ મેળવવા માટે હું વધું જિજ્ઞાસુ થયો
એટલે મારા માતાપિતાને આ સવાલ પૂછ્યો 
"હું કોણ છું?"

ઘડીક બે ઘડી મારી સામે કુતૂહલથી જોઈને
પછી એમણે ધીમેથી કહ્યું, " મારો દિકરો!" 

પછી મારા ભાઈબહેન એ જ સવાલ કર્યો 
એમણે પણ કુતૂહલ સાથે કહ્યું, "ભાઈ"

પત્નીને પુછ્યું એણે "પતિ" જવાબ આપ્યો 
દિકરાએ એણે નિખાલસપણે "પપ્પા" કહ્યું

મારા પાડોશીને જઈને પુછ્યુ," હું કોણ છું"
એમણે તો આસાનીથી કહ્યું ,"પાડોશી!"

સવાલ પુછતો ગયો અને જવાબ મળતા ગયા
દુકાનદારે સવાલના જવાબમાં "ગ્રાહક" કહ્યું
મો. ઑપરેટરે એનાં જવાબમાં "ઉપભોક્તા" કહ્યું

આમ જ જુદાં જુદાં લોકો પાસેથી મારા 
એક જ સવાલના જુદાં જુદાં જવાબ મળ્યા

એક તત્વજ્ઞાનીને મે આ જ સવાલ પુછ્યો
"તમે દેહના પાંજરામાં પુરાયેલ એક આત્મા છો"
તત્વજ્ઞાનીએ જવાબે મને વધું ઉત્સુક બનાવી દીધો

પછી પાછો એકાંતમાં બેસીને જ્યારે 
હું બધા જવાબોનું તારણ કાઢવા બેઠો 
ત્યારે મને એક વાતનું આકલન થયું 

હું તો આ દુનિયાના મોટા રંગમંચ પર 
વિવિધ પાત્રો ભજવતો એક કલાકાર છું.
મારી એન્ટ્રી થઈ એ તો મને ખબર પડી 
પણ એક્ઝિટ.... 
એક્ઝિટ તો ઉપરવાળો ડાયરેક્ટર કરાવશે

છતાય મનમાં, હજું સવાલ તો હતો જ 
"હું કોણ છું?" (વ્હું એમ આય?)

કલ્પેશ મધુકાંત વ્યાસ, Kalpनिक
કાંદિવલી, મુંબઈ

૨.   જીજ્ઞેશભાઈ ત્રિવેદી

માણસ માણસ નથી એ હવે નકાબ છે,
જે કદી ઉઘડે ના એવી બંધ કિતાબ છે.

ભવોભવનું દેવું ચઢ્યું છે આજે એનાં માથે ,
ના ખબર એને કોણ દૂર છે ને કોણ છે સાથે ,
એ જીવતર જીવે જાણે એને ભારે દબાવ છે.
માણસ માણસ નથી એ હવે નકાબ છે.

હ્ર્દયભાવના ખાલી ખિસ્સા લઈને ફરે છે,
બોલે તે કંઈ ને રોજ કંઈ અલગ કરે છે.
હાથ ફેલાવે ને કરે દેખાડો જાણે નવાબ છે.
માણસ માણસ નથી એ હવે નકાબ છે.

એ બોલે ત્યાં ઝેર ઓકે એવું લાગતું,
નીંદ લઈને બેઠો કે એનામાં કાંઈ ના જાગતું.
વાણી એની લાગે જાણે જલદ તેજાબ છે.
માણસ માણસ નથી એ હવે નકાબ છે.

રોજ રોજ ઉગીને એ આથમી ને જાતો,
લઈ ઉજાગરા જિંદગીના આંખે થતો રાતો.
જીવે જિંદગી જાણે એ રમી રહ્યો જુગાર છે.
માણસ માણસ નથી એ હવે નકાબ છે.

બધું ભૂલવા એ હવે રહે નશામાં ચકચૂર ,
ધીરે ધીરે થાતો જાતો એ માનવતાથી દૂર.
માનવ ને માનવતા વચ્ચે વધતી જાતી દરાર છે.
માણસ માણસ નથી એ હવે નકાબ છે.

માણસ માણસ નથી એ હવે નકાબ છે,
જે કદી ઉઘડે ના એવી બંધ કિતાબ છે.

જિજ્ઞેશકુમાર ડી. ત્રિવેદી 'પ્રકાશ'
અમદાવાદ

૨.  મીરાબેન વ્યાસ

કોણ છુ હું સવાલ  અને  જવાબોની વચ્ચે અટવાઉ છુ, 
જયારે મારાજ અસ્તિત્વ પર મને થયો પ્રશ્ન ત્યારે મેં બહુ વિચાર કરી આપ્યો જવાબ હું એક મારા પાપા ની લાડકવાઇ દીકરી છુ અને ભાઇની લાડકવાઇ બહેના છુ, 
સસુરાલ માં એક પ્રેમાળ પતિ નીં જીવનસંગીની છુ, પુત્રની પ્યારી મા છુ! 
છતા પણ હું એક નારી છુ સંઘર્ષો નીં વચ્ચે રહીને કામ કરવુ પસંદ છે તોયે પ્રશ્ન તો ઉઠે જ 
અંતરાત્મા નું સાંભળી ને મન મનાવુ કે હું એક નજાકત ભરેલ નારી છુ, 
હસતા હસતા વસી જવુ સહુના મનમાં સરળ અને સહજ છુ ચહેરા પર મહોરા પહેરીને કરે છળ એવા માનવ ના ગમે! 
શું ઇશ નો પણ ડર નહિ હોય મુખવટા ધારી માનવને? 

મીરા ડી વ્યાસ 
રાજકોટ
૨.   પ્રફુલાબેન શાહ
        કેટલા સવાલો

જીંદગીના રૂપ કેટલાં, રંગ કેટલાં?
પડ કેટલાં, સ્તંભ કેટલાં?
સૂર કેટલાં, લય કેટલાં?
પહાડ જેવી કે દરિયા જેવી?
એનો આધાર ધરતી કે આકાશ?
 ખુશી વધારે કે નાખુશી?
એના ઘરમાં માળીયા કેટલાં?
એ માળીયામાં ભંડકીયા કેટલાં?
એમાં છુપાવ્યા રહસ્યો કેટલાં?
એક રમત?
રહસ્ય? 
ઝેર કે અમૃત?
એ... જિંદગી આ તું જ છો ને?

સવાલોની વણજાર અને જવાબો અધુરા,
અધુરી છે જીંદગી ને
સ્વપ્ના અધુરા,
બાળે છે જીવન ને કોઈ
ઠારે અધુરું,
ચાહે કોઈ મબલખ પણ
લાગે અધુરુ,
સળગતી આ હૈયા સગડી
વરસે કોઈ અધુરુ,
જબ્બર મારી જીજીવિષા
પણ જીવાય અધુરુ,
મધુરાં છે સંબંધો પણ
લાગે અધુરા,
જીવવું છે ભરપૂર પણ
તડપ છે અધુરી,
પામવું છે દિલભર પણ
ચાહત અધુરી,
     જીવાશે મારી જીંદગી શું  મૃત્યુપર્યંત પૂરી?
 છે  કોઈ એવું જે જાણશે મને પૂરી???
 
પ્રફુલ્લા"પ્રસન્ના"
અમદાવાદ

૩.   રીતેશભાઈ ચંદે
         હું  કોણ? 

હું  ડોક્ટર, હું  એન્જીનીયર, હું વેપારી.
હું પણામાં જ રાચતો  હું કદીપણ 
હું પણામાંથી  બહાર આવ્યો ખરો?
અરે કરી ખુબ  કોશિષ  તો પણ 
અહંકારવશ આવી પણ ન શક્યો. 
આખરે હું પણ ઇશ્વરે બનાવેલો 
સ્વાર્થી  ખરો પણ ઇન્સાન જ ને?.

રીતેશ ચંદે  (દિવાના)
ભુજ કચ્છ  .

૩.   અલ્પાબેન વસા
          સવાલો 

ગાલગાગા *૩ ગાલગા 

આ સવાલો ને જવાબોથી હું કંટાળી ગયો.
મૌનને ધારણ કરી શબ્દો બધા હું પી ગયો. 

આભ ને ધરતી સમું જોવા મિલન તરસી ગયો,
જોઈને સંબંધ વણસેલા જ હું થાકી ગયો.

તોડવા ગ્યો ફૂલ જ્યાં કાંટો તરત વાગી ગયો,
તો ખસી જઇ બાગ એ આખ્ખો જ હું ત્યાગી ગયો. 

હસ્તરેખા પર ભરોસો રાખતા ભાખી ગયો,
બંધ મુઠ્ઠીમાં રહેલું ભાગ્ય એ લૂંટી ગયો. 

આંગણે આવીને તુલસી છોડ એ રોપી ગયો,
આમ હળવેથી એ ઘરનું ફૂલ મુજ ચૂંટી ગયો.

કાવ્યાલ્પ
અલ્પા વસા

૩.   નિરંજનભાઈ શાહ

અેક ચહેરા પર 
કંઈ લગાવી મહોરા,
શોધતો રહ્યો આયનામાં
હું જ મારો ચહેરો.

હસતાં ચહેરા પાછળ
કયાંક હતો વેદના સભર
અેક ચહેરો ..!!

તો ક્યાંક હતો 
કોઈનાં દર્દ પર હસતો
અેક ચહેરો...!!

તો વળી ફુલથી પણ
નાજુક ચહેરા પાછળ
હતો શૈતાની ભર્યો
અેક ચહેરો...!!

આમ હું જ બની ગયો
અેક સવાલ
અસંખ્ય મહોરામાં કયો 
અસલી મારો ચહેરો ???

 નિરંજન શાહ 'નીર'

૩.     કુંતલબેન ભટ્ટ
    પ્રશ્ન અસ્તિત્વનો!

હું કોણ છું ને  શું છું ?
પ્રશ્ન અસ્તિત્વ નો!

મુખવટે છું લોભામણે,
વ્યવહાર મસ્તિષ્કનો!

મુખ લાગણીઓ ઢાંકે ,
 તિખારો ઘનિષ્ઠનો!

 સાચું તસુભાર જીવીએ,
  ગભરાટ અનિષ્ટનો!

  રોજ  જ શોધતાં ફરીએ,
   પ્રશ્ન એક વિશિષ્ટશો!

 કુંતલ ભટ્ટ " કુલ"
     સુરત.

વિશેષ રચના:
દર્શનભાઈ છાટબાર

ચિત્ર સ્પર્ધા 46


#ઉલ્લંઘન

"આજ તો આપઘાત કરી જ નાખવો છે..."

ને બસ એ વિચાર સાથે હું નીકળી પડી...

જાણે કે વર્ષોની અધૂરી રહેલી ઈચ્છાઓ આજ બહાર આવવા મથતી હતી ને મારાથી સહન નહોતું થતું. ખબર નહિ મને કે આજ મને શું થતું હતું. આજ નીકળી જ ગઈ હતી હું મરવા માટે. પપ્પા મમ્મા નાનો ભાઈ બધા જ યાદ આવી રહ્યા હતા ગળે ડૂમો બાઝી ગયો હતો. પણ દિલ પર પથ્થર રાખી દીધો હતો. કે કઈ પણ થાય પણ આજ તો...

મારી છેલ્લી ઘડીએ મને જિંદગી યાદ આવવા લાગી જન્મ પહેલાં થી લઈને મને સાચવેલી, અત્યાર સુધી, મને કોઈ જ વાતનો અફસોસ નહોતો. વાંધો ફક્ત એક જ હતો કે પપ્પાને કરાટે શીખવાડવા હતાં, 'ને મારે ડાન્સ... પણ શુ કરું..!! પરાણે હું કરાટે કલાસમાં જતી...

અચાનક કોઈ પાછળ આવતું જણાયું. અને સીધી જ બ્લોક અને કાઉન્ટર ટેક્નિકથી એને પછાડી દીધો...

ઓહઃ ! પપ્પા સાચા હતા..!!

હું રડી પડી..!! પપ્પા એ ઊંઘમાંથી જગાડી અને થયું...

એવી તે વળી હું કોણ કે પપ્પાની આજ્ઞાનું ઉલ્લંઘન કરું..!!

દર્શન કિશોરકુમાર છાટબાર
      કાનુડો
 KANUDO
ગામ - સાવરકુંડલા
09-03-2020