Page Views: 27625

એંકીલોઝીંગ સ્પોન્ડીલાઈટીસના દર્દીઓ માટે સપોર્ટ ગ્રુપ એક આશાનું કિરણ

અંતરધ્વની દ્વારા અમદાવાદ, વડોદરા બાદ સુરતમાં સપોર્ટ ગ્રુપની રવિવારથી શરૂઆત કરાશે

સુરત-31-01-2020

અંતરધ્વની સંસ્થા દ્વારા આગામી બીજી ફેબ્રુઆરીના રોજ સુરતના એંકીલોઝીંગ સ્પોન્ડીલાઈટીસના દર્દીઓ માટે એક સપોર્ટ ગ્રુપની શરૂઆત કરવામાં આવી રહી છે. આ સપોર્ટ ગ્રુપની શરૂઆત ગુજરાતમાં માત્ર જુજ એવા રૂમેટોલોજીસ્ટ ડોકટરોમાં ના ડોક્ટર બંકિમ દેસાઈ, ડોક્ટર અલ્પના પરમાર, ડોક્ટર નીશીલ શાહ, ડોક્ટર રોમી શાહની હાજરીમાં થાનાર છે. અંતરધ્વનીની મારફતે આ ડોકટરો એંકીલોઝીંગ સ્પોન્ડીલાઈટીસના દર્દીઓની વહારે આવ્યા છે.

અંતરધ્વની સંસ્થાના સપોર્ટ ગ્રુપનો મુખ્ય ઉદ્દેશ્ય એંકીલોઝીંગ સ્પોન્ડીલાઈટીસથી પીડાતા દર્દીઓ, નિષ્ણાંત ડોકટરો, ફીઝીયોથેરાપીસ્ટ, યોગા ટ્રેનર્સ અને ડાયેટીશીયનને સાથે સંપર્ક સાધીને રોગ અંગેની સામાન્ય ફરીયાદોની જાણકારી મેળવવાનું તથા દર્દીઓને સહાયરૂપ થવાનો છે.તેમજ દર્દીઓની લાગણી સમજીને નવા તારણો અંગે માહિતી આપવાનું તથા આ રોગ માટે બહાર પડેલી નવી દવાઓની જાણકારી પૂરી પાડીને માર્ગદર્શન આપે છે. અંતરધ્વની સંસ્થા થકી સપોર્ટ ગ્રુપનો પ્રારંભ વર્ષ ૨૦૧૪થી થયો હતો. જેમાં પ્રથમ સપોર્ટ ગ્રુપ અમદાવાદમાં બાદ વડોદરામાં શરુ કરવામાં આવ્યું છે. જે બાદ આગામી રવિવારે ૨જી ફેબ્રુઆરીના રોજ સુરતમાં સપોર્ટ ગ્રુપની શરૂઆત થશે. જે બાદ રાજ્યના અન્ય શહેરોમાં શરૂઆત કરનાર છે. હાલ સુધીમાં ૧૮૦૦થી વધુ દર્દીઓ અંતરધ્વનીના સપોર્ટ ગ્રુપમાં સભ્ય તરીકે જોડાયા છે. જયારે સુરતમાંથી ૧૦૦ થી વધુ લોકો જોડાયા છે.

::::: ૧૦ હજાર વ્યક્તિમાંથી ૮ દર્દી એંકીલોઝીંગ સ્પોન્ડીલાઈટીસ રોગનો ભાગ :::::

આ રોગમાં તમામા અથવા તો કેટલાક સાંધા અને કરોડરજ્જુના કેટલાક હાડકા ગંઠાઈ જાય છે અને જવલ્લે જ થતો રોગ માનવામાં આવે છે. કારણ કે ૧૦ હજાર વ્યક્તિમાંથી ૮ દર્દી આ રોગનો ભાગ બનતો હોય છે. તેનાથી ઘણી વાર કરોડ રજ્જુમાં સોજો આવી જાય છે અને ગંભીર કેસમાં હૃદય અને આંખને પણ અસર થાય છે. આ રોગમાંથી સજા થઇ શકાતું નથી કારણે આ જીવન પર્યતનો રોગ ગણવામાં આવે છે. પરંતુ નિયમિત કસરત અને તબીબી સહાયથી દર્દીને રાહત મળે છે. દેશમાં લગભગ ૫૦ લાખ દર્દીઓ આ રોગથી પીડાઈ રહ્યા છે.

::::: રોગના પ્રથમ ગુણધર્મો અને સારવાર :::::

  • તેમાં વારંવાર દર્દ થાય છે અને પીઠનો પાછળનો ભાગ અક્કડ બની જાય છે.સમય જતા તેણી અસર વધતી જાય છે. જે પીડાની અસર ત્રણ માસ સુધી ચાલુ રહે છે.
  • સવારે અને રાત્રે આ દુઃખાવો અતિશય પ્રમાણમાં થતો હોય છે. પરંતુ હળવી કસરતો અને હુંફાળા પાણીથી સ્નાન કરવાથી સ્થિતિમાં સુધારો થાય છે.
  • ૧૫ થી ૪૦ વર્ષ ઉંમરના પુરુષોમાં આ બીમારી ખાસ પ્રમાણમાં જોડા મળી રહી છે. જયારે સ્ત્રીઓમાં ઓછી સંખ્યામાં જોવા મળી છે.
  • આ રોગ વિશે વૈજ્ઞાનિકો મને છે કે જીનેટિક, પર્યાવરણ લક્ષી પરિબળો અને રોગ પ્રતિકારક શક્તિ વચ્ચે આંતર પ્રક્રિયાને કારણે રોગના લક્ષણો વકરે છે.
  • આ રોગને લઈને રૂમેટોલોજીસ્ટકેલ્શિયમ અને વિટામીન ડીથી સમૃદ્ધ આહારનો ઉપયોગ કરવાની ભલામણ કરે છે. તેનાથી શરીરના માળખાને નુકશાન થતું અટકે છે.
  • અન્ય સામાન્ય સારવાર પ્રણાલીમાં દવા, કસરત અને શક્ય હોય તો ફીઝીયોથેરાપી, સારાબેસવાની ટેવ, સ્નાયુનો નરમ પડે અને દર્દ ઓછો થાય તે માટે ગરમ –ઠંડા પાણીના ઉપયોગનો સમાવેશ થાય છે.