Page Views: 34326

બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં સર્ટીફીકેટ કોર્સથી વિદ્યાર્થીઓ ભૂત વિદ્યા શીખશે

છ મહિનાનો આ સર્ટીફીકેટ કોર્સ નવા વર્ષના જાન્યુઆરી મહિનાથી શરુ થશે

નવીદિલ્હી-26-12-2019

ભૂત અંગે વધુ જણવા માંગતા એવા ઇચ્છુકો માટે એક સારા સમાચાર છે. હવે ઉત્તર પ્રદેશની બનારસ હિન્દુ યુનિવર્સિટીએ પોતાના પાઠ્યક્રમમાં ભૂત વિદ્યા કોર્સનો સમાવેશ કર્યો છે. જે માટેનો છ મહિનાનો આ સર્ટીફીકેટ કોર્સ નવા વર્ષના જાન્યુઆરી મહિનાથી શરુ થશે.

બનારસ હિન્દુ યુનિવર્સીટીના આયુર્વેદ ફેકલ્ટીમાં ભૂત વિદ્યા એટલે કે સાયન્સ ઓફ પેરાનોર્મલનું શિક્ષણ આપવામાં આવશે. છ મહિનાનો આ સર્ટિફિકેટ કોર્સ નવા વર્ષના જાન્યુઆરી મહિનાથી શરૂ થશે. જયારે આંતરિયાળ ગામડાઓમાં સામાન્યપણે લોકો માનસિક બીમારીને ભૂત-પ્રેતની અસર માને છે. જે અંધવિશ્વાસને દૂર કરવા માટે આ યુનિવર્સીટી દ્વારા અષ્ટાંગ આયુર્વેદની આઠ શાખાઓમાંથી એક ગૃહ ચિકિત્સા એટલે કે, ભૂત વિદ્યાનો સર્ટિફિકેટ કોર્સ શરૂ શરુ કરવામાં આવશે. અહીંથી સર્ટિફિકેટ મેળવી વિદ્યાર્થીઓ સમાજમાં પ્રેકિટસ કરી સામાન્ય લોકોના મનમાં ભૂત, ગ્રહ વગેરે વિશે ફેલાયેલી ભ્રમણાઓને દૂર કરવાની સાથે ચિકિત્સા પદ્ઘતિને વિજ્ઞાન સાથે જોડતા આવા દર્દીઓની સારવાર કરશે.

બનારસ હિન્દુ યુનિવર્સીટીના આયુર્વેદ ફેકલ્ટીના પ્રમુખ પ્રો. યામિની ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, ભૂત વિદ્યા પર રિસર્ચ કરી ચૂકેલા પ્રો. વીકે દ્વિવેદીના નેતૃત્વમાં તેને સિલેબસ શરૂ કરવામાં આવ્યો છે. જાન્યુઆરીથી તેનું શિક્ષણ શરૂ કરી દેવામાં આવશે. ફેકલ્ટીમાં ભૂત વિદ્યાનું સ્વતંત્ર યૂનિટ હશે. સાયન્સ ઓફ પેરાનોર્મલનો સર્ટિફિકેટ કોર્સ શરૂ કરનારી આ પ્રથમ ફેકલ્ટી છે.