Page Views: 69100

હરિયાણામાં ચાર નરાધમોએ ચાર મહિનામાં સગીરા પર બીજી વખત ગેંગરેપ કર્યો

પલવલ જિલ્લામાં રહેતી સગીરાને ખેતરમાં ખેંચી જઇ સતત બે કલાક સુધી હેવાનિયત આચરી

સુરત-7-12-2019  

હૈદરાબાદની ગેંગરેપની ઘટના બાદ હરિયાણામાં પણ આ પ્રકારની ધૃણાસ્પદ ઘટના બની છે. આ ઘટનામાં ભોગ બનનાર સગીરા ઉપર ચાર નરાધમો દ્વારા ચાર મહિનામાં જ બીજી વખત ગેંગરેપ કરવામાં આવ્યો છે અને આ ઘટનાને પગલે સમગ્ર દેશમાં હાહાકાર મચી ગયો છે.

મળતી વિગતો અનુસાર, હરિયાણાના પલવલ જિલ્લામાં 17 વર્ષની સગીરા સાથે ચાર યુવકોએ ગેંગરેપ કર્યો હોવાનો કિસ્સો બન્યો છે.વધારે ચોંકાવનારી વાત એ છે કે, તેના પર અગાઉ આ જ ચાર યુવકો રેપ કરી ચુક્યા છે. પોલીસનુ કહેવુ છે કે, ચાર ડિસેમ્બરે પીડિતા વહેલી સવારે ટોયલેટ જવા ઘરની બહાર નીકળી હતી ત્યારે ચારે યુવકોએ તેનુ અપહરણ કરી લીધુ હતુ.તેને ખેતરમાં લઈ ગયા હતા અને ત્યાં તેની સાથે રેપ કર્યો હતો બે કલાક સુધી આ સગીરા ઉપર બળાત્કાર ગુજાર્યા બાદ તેને છોડીને આરોપી ફરાર થઈ ગયા હતા. મહિલાની ફરિયાદ બાદ પોલીસ હવે અલ્તાફ, સરફરાઝ, ઈરશાદ અને શોએબ નામના આરોપીઓને શોધવા માટે ઠેર ઠેર છાપા મારી રહી છે. બીજી તરફ પીડિતાની માતાનો આરોપ છે કે, 13 ઓગષ્ટે પણ મારી પુત્રી સાથે રેપ કરાયો હતો.ત્યારે મેં આ અંગે અન્ય એક પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી. આરોપીઓ કોર્ટમાંથી જામીન મુક્ત થયા બાદ આ  જ ગેંગે બીજી વખત પણ રેપ કર્યો છે.