Page Views: 101442

રામ મંદિરનો ઐતિહાસિક ચુકાદો આપનારા નિવૃત ચીફ જસ્ટીસને ઝેડ પ્લસ સિક્યુરિટી

અન્ય ચાર જજની સિક્યુરીટી વ્યવસ્થા પણ વધારે મજબુત કરવામાં આવી

ન્યૂ દિલ્હી-16-11-2019

રામ મંદિર મામલે ઐતિહાસિક ચુકાદો આપનારા સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઇને ઝેડ પ્લસ સિક્યુરિટી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ચીફ જસ્ટીસ રંજન ગોગોઇ પોતાના વતનમાં રહેવા માટે જવાના છે અને તેમની સાથેના અન્ય ચાર જજની સિક્યુરીટીમાં પણ વધારો કરવામાં આવ્યો છે.

રંજન ગોગોઈએ તાજેતરમાં જ અયોધ્યા પરનો ચુકાદો આપ્યો છે અને તેને ધ્યાનમાં રાખીને સરકારે તેમને ઝેડ પ્લસ કેટેગરીની સુરક્ષા આપવાનુ નક્કી કર્યુ છે.જજ ગોગોઈ નિવૃત્ત થયા બાદ આસામમાં રરેહવાના છે.ગયા સપ્તાહે અયોધ્યા ચુકાદા બાદ ગોગોઈની સાથે બીજા ચાર જજોની સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરાયો છે.

કેન્દ્ર સરકારના નિર્ણય બાદ ગોગોઈના આસામના દિબ્રુગઢ ખાતેના પૈતૃક મકાન ખાતે અને ગૌહાટીમાં બીજા ઘર પર સુરક્ષા બંદોબસ્ત મુકવાના આદેશો અપાયા છે.આસામ પોલીસના સૂત્રોનુ કહેવુ છે કે , અમને કેન્દ્રીય ગૃહ મંત્રાલય તરફથી સૂચના છે કે ગોગોઈની સુરક્ષા વધારીને જેડ પ્લસ કરવામાં આવે.આ માટે અમે જરુરી વ્યવસ્થા કરી રહયા છે.કારણકે ગોગોઈ નિવૃત્તિ બાદ ગૌહાટીમાં રહેવાના છે. ગોગોઈ સિવાય ચુકાદો આપવામાં સામેલ બીજા ચાર જજોની પણ સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે.જોકે સરકાર આ અંગે કશુ કહેવા માટે તૈયાર નથી.