રફેલ મામલે રાહુલ ગાંધીની માફીની માંગ સાથે સુરત ભાજપનું વિરોધ પ્રદર્શન

સુરતમાં નાનપુરા મક્કાઈપુલ પાસે કાર્ડ બોર્ડ-બેનર સાથે ભાજપ દ્વારા કરાયો વિરોધ

સુરત-16-11-2019

રાફેલ પ્લેન મુદ્દે સુપ્રીમ કોર્ટ દ્વારા ભાજપને ક્લીન ચીટ આપવામાં આવી હતી. જે બાદ ભાજપ દ્વારા રાહુલ ગાંધી પાસેથી માફીની માંગણી કરવામાં આવી રહી છે. સુરતમાં નાનપુરા મક્કાઈપુલ પાસે ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

રાફેલ મુદ્દો ચગાવીને ભાજપ પર લોકસભાની ચુંટણીમાં રાહુલ ગાંધી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા. જે મુદ્દે સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલ્યા બાદ થોડા દિવસ પહેલા સુપ્રીમ કોર્ટે ભાજપને આ મુદ્દે ક્લીન ચીટ આપી છે. રાફેલ મુદ્દાને લઈને કોંગ્રેસ દ્વારા ભારે રાજનીતિ રમવામાં આવી હતી. જયારે ભાજપને ઘરવાના તમામ પ્રયાસ કરવામાં આવ્યા હતા. ક્લીન ચીટ બાદ રાફેલ મામલે ખોટા આક્ષેપ કરનાર રાહુલ ગાંધી પાસે માફીની માંગણી કરવામાં આવી રહી છે. જયારે માફીની માંગણી સાથે આજે સુરત ભાજપ દ્વારા નાનપુરા મક્કાઈપુલ નજીક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં સાસંદ સી.આર પાટીલ, તેમજ શહેરના ધારાસભ્યો, શહેર ભાજપ પ્રમુખ, સહિતના ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તા મોટી સંખ્યા બોર્ડબેનર સાથે જોડાયા હતા.