Page Views: 131885

એક એવો નિરાશ્રિતાશ્રમ જ્યાં માનવ સેવા એ જ પ્રભુ સેવા સૂત્ર સાર્થક થાય છે

જીસકા કોઈ નહી ઉસકા તો ખુદા હૈ યારો " KAKA PVC વાળા મનોજભાઈ ગોંડલીયા દ્વારા ચલાવાતા આ વૃંદાવનધામ નિરાશ્રિતાશ્રમમાં સાચા અર્થમાં માનવ સેવાની સુવાસ મહેકે છે

અમદાવાદ-(ભગીરથ ભટ્ટ દ્વારા)

જીસકા કોઈ નહી ઉસકા તો ખુદા હૈ યારો, આ પંક્તિને સાર્થક થતા જોવી હોય તો એકવાર અમદાવાદ દસક્રોઈ તાલુકાના ગેરતપૂર (દેવડી) ખાતે આવેલ " વૃંદાવન ધામ" ની મુલાકાત અવશ્ય લેવા જેવી છે. આ સ્થળ પર આવેલા વૃંદાવન ધામ કે જેને નિરાશ્રિતાશ્રમ તરીકે પણ ઓળખી શકાય એમ છે જ્યાં રસ્ત રઝળતા મળેલા પાગલ કે અર્ધ પાગલ અવસ્થામાં જીવતા માનવીઓની સેવા કરવામાં આવે છે અને તેમને સુઘડ જીવન જીવવા માટે પ્રોત્સાહન આપવા સાથે તમામ સુવિધાઓ પુરી પાડવામાં આવે છે.

રસ્તે રઝળતા મનુષ્યોને કે જેને કોઈપણ પ્રકારની સુરતા નથી હોતી ફાટેલા તુટેલા ચીથરેહાલ કપડા હોય,  કેટલાય સમયથી કપાયા વગરનાં વાળ,  નખ અને શરીર પર પડેલા કેટલાય વણરુઝાયેલા ઘાવ સાથે આવા જીવોને આ સંસ્થામાં લાવવામાં આવે છે.  જ્યા તેમને બધીજ મરામત કરી ને એક સામન્ય મનુષ્યની જેમ તૈયાર કરી તેની સારવાર અને ચાકરી કરવામાં આવે છે,  અને એ મનુષ્યને એક નવો અવતાર મળે છે. અને ખાસ વાતતો એ કે એમને અહીયા પ્રભુજી એવું નામ આપવામાં આવે છે. હા આપને કદાચ સવાલ થાય કે આટલો ઉમદા વિચાર કોને આવ્યો હશે? તો એ વિચાર આવ્યો હતો  KAKA PVC   વાળા મનોજભાઈ ગોંડલીયાને એક વખત રસ્તે જતા બગોદરા પાસે આવા એક જીવાત્માને રઝળતા જોયા પછી હ્રદયમાં અત્યંત વ્યાકુળતા જન્મી કે એક મનુષ્ય આવી હાલતમાં કેમ જીવી શકે અને આવા તો કેટલાય જીવો રઝળે છે તો ખરેખર એમનું કોણ?   એમની લાગણીઓનું શું ? એમના તહેવારોનું શું ? એમની ખુશીઓનું  શું ? આવા અનેક વિચારો જે ગતિએ એમની કાર ચાલતી હશે એજ ગતિમાં તમેના જહેનમાં દોડી ગયા. અને અંતે તે વિચારોને એમણે એમના મોટાભાઈ રાજેશભાઈ ગોંડલીયા ( રાજુભાઈ ) સમક્ષ રજુ કર્યા ત્યારે ખરેખર રાજુભાઈએ નાનાભાઈની પીઠ થાબડતા એમનું ગૌરવ લઈ તેમના આ વિચારને વધાવી લીધો. ઈશ્વરેજ આપેલ આ મિલકતને ઈશ્ર્વરના જ બનાવેલા માનવી માટે વાપરવી છે એમા આપણે તો ખાલી નિમિત બન્યા છીએ આવા ઉમદા પ્રત્યુત્તર દ્રારા આ વિચારને અમલમાં મુકી ને પોતાની જ જમીન પર એક એવો અનોખો આશ્રમની સ્થાપના કરી જેને હું મારી દ્રષ્ટીએ નિરાશ્રીતાશ્રમ એવું કહી શકું અને આ આશ્રમને નામ આપ્યું વૃંદાવન ધામ આ સંસ્થામાં અત્યારે અંદાજે ૭૫ જેટલા પ્રભુજીઓ પોતાના જીવન ને વ્યતિત કરે છે અને એમને ત્યા ખુબજ પ્રેમ પૂર્વક સાચવવામાં આવેછે.

સાચા અર્થમાં આપણે ઘણીવાર દાન કરવા માટે યોગ્ય પાત્ર શોધતા હોઈએ છીએ તો કદાચ મને લાગે છે કે આનાથી ઉત્તમ પાત્ર બીજું ક્યું હોઈ શકે...?

હા આપ જો આ સંસ્થાને કાઈપણ રકમ જેમકે ૫૧ રુપીયાથી લઈ ને આપની શ્રદ્ધા  મુજબ જેટલું અનુદાન આપવા ઈચ્છો તો અહીયા આપેલ ફોન નંબર ઉપર Phone Pay કરી શકો છો.

Phone Pay = 9714188887

તો મિત્રો ગમે ત્યારે અનુકુળતા મળે તો એક વાર ચોક્કસ આ પ્રભુજીનો જ્યા વસવાટ છે એવા સ્વર્ગ સમા અમદાવાદના દસક્રોઈ તાલુકાના ગેરતપુર પાસે આવેલ (દેવડી ગામે) વૃંદાવન ધામ ના દર્શને પધારશો.