Page Views: 157142

સુરતના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટનું આયોજન

બીસીસીઆઈએ લીલીઝંડી બતાવી : ભારત-સાઉથ આફ્રિકાની મહિલા ટીમ વચ્ચે પાંચ ટી-૨૦ મેચ રમાશે

સુરત-16-08-2019

સુરતના ક્રિકેટ રસિકો માટે આનંદના સમાચાર છે. ટુક સમયમાં સુરતવાસીઓ પણ ઘર આંગણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને માણી શકશે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માટે બીસીસીઆઈએ તારીયારી બતાવતા હવે સુરતના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમ માં પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટનું આયોજન થવા જઈ રહ્યું છે. સપ્ટેમ્બર અને ઓક્ટોમ્બરમાં ભારત અને સાઉથ આફ્રિકાની મહિલા ટીમ વચ્ચે પાંચ ટી-૨૦ મેચ રમાશે.

સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિયેશન દ્વારા છેલ્લા ઘણા વર્ષથી બીસીસીઆઈને સુરતના લાલભાઈ કોન્ટ્રાકટર સ્ટેડિયમ ખાતે ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચના આયોજન માટે આવેદન કરી રહ્યું હતું. પરંતુ તેમને એક પણ ઇન્ટરનેશનલ મેચ મળી ન હતી. આ વર્ષે રાહુલ દ્રવિડે સ્ટેડિયમની મુલાકાત લોધા બાદ ગ્રાઉન્ડના સ્ટાન્ડર્ડથી તે પ્રભાવિત થયો હતો. જે બાદ બીસીસીઆઈએ સુરતને પહેલીવાર ઈન્ટરનેશનલ સીરિઝનું યજમાન બનવાની તક આપી છે. જેથી સુરતના લાલભાઈ કોન્ટ્રાકટર સ્ટેડિયમ ખાતે તારીખ ૨૫, ૨૭ અને ૩૦ સપ્ટેમ્બરના રોજ અને તારીખ ૩ અને ૫ ઓક્ટોબરના રોજ મેચ રમાશે. તમામ ટી-૨૦ મેચો ડે – નાઈટ રમાશે. આ માટે કુલ ૧૨ પિચ તૈયાર કરવામાં આવી છે. તેમજ આ ટી-૨૦ પહેલાં બંને મહિલા ટીમો ૨ અભ્યાસ મેચ પણ રમશે. જયારે લાલભાઈ કોન્ટ્રાકટ સ્ટેડિયમમાં ૮ હજાર લોકો મેચનો લુફ્ત ઉઠાવી શકે છે. તેમજ કામચલાઉ રીતે બેઠક ક્ષમતા 20 હજારની કરવામાં આવી શકે છે.