Page Views: 85929

જમ્મુ-કાશ્મીરની ઘાટી આતંકી હુમલાના ઈનપુટ મળતા ભારતીય સેના હાઈએલર્ટ પર

પાકના આતંકવાદી સમુહ ઘાટીમાં હુમલો કરવાની કોશિશ કરી રહ્યા હોવાની માહિતી મળી

નવી દિલ્હી-16-08-2019

પાકિસ્તાન સમર્થિત આતંકવાદી સમુહ ઘાટીમાં હુમલો કરવાની કોશિશ કરી રહ્યા હોવાની માહિતી મળતા જ જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેનાને હાઈ એલર્ટ કરી દેવામાં આવી છે. આધિકારિક સુત્રોની માહિતીને કારણે પાકિસ્તાન તરફથી સંભવિત હરકતને ધ્યાનમાં રાખીને હાલમાં આવો આદેશ કરવામાં આવ્યો છે.

ભારતને ખાનગી એજન્સીઓ પાસેથી ઈનપુટ મળ્યા છે કે કાશ્મીર ઘાટીમાં ઉથલ-પાથલ કરવા માટે પાકિસ્તાન ગમે તેવી નાપાક હરકતો કરી શકે છે. જેને પગલે સેનાના દરેક સુરક્ષા બળોને ઉચ્ચ સતર્કતા રાખવાનું કહેવામાં આવ્યુ છે. ભારત સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીરને લઈને લેવાયેલા નિર્ણયથી રઘવાયું થયેલું પાકિસ્તાન નાપાક હરકતો બતાવવાની ફિરાકમાં છે. જયારે ગુરુવારથી જ પાક દ્વારા સીઝફાયરનો ઉલંઘન કરીને ફાયરીંગ કરવામાં આવી રહ્યું છે. આતંકીઓને અંદર ઘુસાડવા માટે પાકિસ્તાન લગાતાર સીમા પર આવા પ્રયત્નો કરી રહ્યું છે. ભારતીય સેનાએ પણ જડબાતોડ જવાબ આપતા પાકિસ્તાનનાં કેટલાય સૈનિકો માર્યા ગયાં હતા.