ચેનલાઇઝીંગ સીએસઆર ગોલ્સ પર ચેમ્બર દ્વારા સેમિનારનું આયોજન

સેમિનારમાં ભાગ લેવા ગુગલલીંક પર રજીસ્ટ્રેશન કરવો http://bit.ly/2SGxQLz

સુરત-05-08-2019

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા મંગળવારે તારીખ ૬ ઓગસ્ટ ૨૦૧૯ના રોજ બપોરે સાડા ત્રણ વાગ્યે નાનપુરા સમૃદ્ધિ બિલ્ડીંગ ખાતે ‘ચેનલાઈઝિંગ સીએસઆર ગોલ્સ’ વિષય ઉપર સેમીનાર નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નિષ્ણાંત વક્તા તરીકે બીઝનેસ એડવાઇઝર અને ફ્રીલાન્સ કન્સલ્ટન્ટ શ્રી અતુલ ભટનાગર અને પિરામલ સર્વજલના સી.એસ.આર. ના સિનીયર રિજીયોનલ હેડ સુશ્રી સરિતા ભાટીયા હેતુલક્ષી વક્તવ્ય રજુ કરી કંપનીઓ દ્વારા ચેરીટીના હેતુ માટે સી.એસ.આર. ફંડના લક્ષ્યોને કેવીરીતે ચેનલાઈઝ કરવામાં આવે છે તે વિશે માર્ગદર્શન આપશે.

ટ્રસ્ટ, એનજીઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓ માટે ખાસ આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેમિનારમાં ભાગ લેવા માટે ગુગલલીંક http://bit.ly/2SGxQLz ઉપર વિનામુલ્યે રજીસ્ટ્રેશન કરી શકશે.