સુરત-19-07-2019
હાલમાં ઓલ ઇન્ડિયા રેન્કિંગ ટેલેન્ટ સીરીઝ દ્વારા લોન ટેનીસ ટુર્નામેન્ટનું આયોજન મહારાષ્ટ્રના સોલાપુર ખાતે કરવામાં આવ્યું હતું. જે ટુર્નામેન્ટમાં સુરતની એલ.પી.સવાણી શાળાના અને રવીન્દ્રદાસ લોન ટેનીસ એકેડેમીના વિદ્યાર્થી ધૈય બારિયાએ અન્ડર-૧૨માં ભાગ લીધો હતો. ધૈયની મહેનત ફળી હતી. અને તેને ટુર્નામેન્ટમાં બીજા ક્રમાંક મેળવી શાળા અને સુરતનું નામ રોશન કર્યું છે. તેથી તેમને એલ.પી.સવાણી શાળાના સહ પરિવાર તેમજ તેમના કોચ રવીન્દ્ર નિમજે એન્ડ ટીમ તરફથી શુભેચ્છા પાઠવી હતી.
• Share •