Page Views: 146805

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં વિદ્યાર્થીઓ સફાઈ કરાઈ રહ્યાનો વિડીયો વાયરલ

બાળકીઓ દ્વારા ક્લાસ, લોબી તેમજ ટોયલેટ પણ સાફ કરવામાં આવી રહ્યા છે

સુરત-18-07-2019

વરાછામાં ડાહ્યાપાર્ક પાછળ આવેલી નગર પ્રાથમિક સમિતિ સંચાલિત એક કન્યા શાળામાં વિદ્યાર્થિનીઓ પાસે સાફ-સફાઈ કરાવવામાં આવતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં બાળકીઓ દ્વારા ક્લાસ, લોબી તેમજ ટોયલેટ પણ સાફ કરવામાં આવી રહ્યા છે.

વરાછા વિસ્તારમાં આવેલ ડાહ્યાપાર્ક પાછળ નગર પ્રથમિક સમિતિ દ્વારા સંચાલિત કવિશ્રી કલાપી પ્રાથમિક કન્યા શાળા-૮૭ આવેલી છે. આ શાળામાં વિદ્યાર્થિનીઓ પાસે સાફ-સફાઈ કરવામાં આવતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયો વાયરલ થવાના કારણે લોકો દ્વારા અનેક સવાલો કરવામાં આવ્યા છે. કોર્પોરેટર અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યએ જણાવ્યું હતું કે, સમિતિના કેળવણી નિરીક્ષકો, અધિકારીઓ, પદાધિકારીઓ દ્વારા ફક્ત ખોટા તાયફા અને સ્વચ્છતાના નામે મોટી મોટી વાતો કરી જશ ખાટવામાં આવે છે. સમિતિની શાળામાં શિક્ષકો દ્વારા કરવામાં આવતી કામગીરી અને બાળકો પાસે કરાવવામાં આવતી સાફ-સફાઈ કામગીરી જોવાનો સમય નથી. સમિતિની શાળાઓમાં બાળકોના અભ્યાસ માટે શિક્ષકો નથી, સફાઈ કામ માટે કામદાર પણ નથી. તેથી જ બાળકો પાસે સફાઈ કરાવવામાં આવી રહી છે.