સરસ્વતી પૂજન સાથે નર્મદ યુનિવર્સીટી ના અંગ્રેજી વિભાગ દ્વારા શિક્ષક દિનની ઉજવણી કરાઈ

શિક્ષક દિનને લઈને વકૃત્વ સ્પર્ધા અને કાવ્ય પઠન સ્પર્ધામાં લીધો વિદ્યાર્થીઓએ ભાગ લીધો

સુરત-05-09-2018

સર્વપલ્લી રાધા ક્રિષ્ણનના જન્મ દિવસે ઉજવાતા શિક્ષક દિનની આજે દેશભરમાં ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે નર્મદ યુનિવર્સીટીના અંગ્રેજી ડિપાર્ટમેન્ટમાં પણ વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષક દિન ની ઉજવણી કરવામાં આવી હતી. સરસ્વતી પૂજન અને વિવિધ સ્પર્ધાઓ સાથે આ ઉજવણી થઇ હતી.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીના અંગ્રેજી વિભાગ ખાતે આજે શિક્ષક દિનને પ્રોફેસરોની હાજરીમાં ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવાયો હતો. સરસ્વતી પૂજન સાથે આ ઉજવણી બમણી બની હતી. જેમાં ડિપાર્ટ મેન્ટના હેડ પ્રોફેસર રાકેશભાઈ દેસાઈ, સહિતના પ્રોફેસરો અને એસોસિએટ અને આસિસ્ટન્ટ પ્રોફેસર હાજર રહ્યા હતા. જેમાં તમામ પ્રોફેસરો દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષક દિને કંઈક નવું કરવા અને ભવિષ્ય ઉજ્વળ બનાવવાના આશીર્વાદ આપવામાં આવ્યા હતા. સાથે એક શિક્ષકની જવાબદારી અને કાર્યની સમાજ આપવામાં આવી હતી. આ શિક્ષક દિન ની ઉજવણી ની સાથે વિદ્યાર્થીઓ માટે વકૃત્વ સ્પર્ધા અને કાવ્ય પઠન  સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વકૃત્વ સ્પર્ધામાં ઉજાસ પંડ્યા, સિમરન છાબરા, શ્રેયા સિંઘ, આરતી ત્રિકલાણી અને ઝીનલ પટેલે ભાગ લીધો હતો. જેમાં બંને એ 'આદર્શ શિક્ષક કેવો હોવો જોઈએ' તે અંગેની વાત કરી હતી. તો કાવ્ય પઠન સ્પર્ધામાં શ્રુતિ કાતરીયા અને મનીષા સવાઈ એ વિવિધ કાવ્યો રજુ કરી હતી. આ બને સ્પર્ધામાં ઉજાસ પંડ્યા અને મનીષા સવાઈને પ્રથમ ક્રમાંક આપીને ઇનામથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉજવણીમાં અંગ્રેજી વિભાગના તમામ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.