સુરત-5-6-2018
મહેશકુમાર ઉર્ફે મહિપાલસિંહે શુક્રવાર તા: ૧ લી જુનનાં રોજ માથામાં દુઃખાવાની ફરિયાદ કરી હતી અને ત્યારબાદ તેમને પાંચ છ ઉલ્ટી થતાં પરિવારજનોએ તેમને તાત્કાલિક કોસંબામાં આવેલ આર્શીવાદ હોસ્પીટલમાં દાખલ કરી પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે સુરતમાં આવેલ INS હોસ્પીટલમાં ન્યુરોફીજીશ્યન ડો. અનિરુધ્ધ આપ્ટેની સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા હતા. નિદાન માટે CT સ્કેન કરાવતાં બ્રેઈન હેમરેજ થવાને કારણે મગજમાં સોજો વધી ગયો હોવાનું નિદાન થયું હતું.
સોમવાર તા: ૪ જુનનાં રોજ ન્યુરોસર્જન ડૉ. અશોક પટેલ અનેડૉ. ધવલ પટેલ, ન્યુરોફીજીશ્યન ડૉ. મનોજ સત્યવાણી, અને ઈન્ટેન્ટસીવીસ્ટ ડૉ. અંકિત ગજ્જરે મહેશકુમારને બ્રેનડેડ જાહેર કર્યા હતા. મહેશકુમારના મિત્ર સંજયસિંહ સોલંકી તેમજ પોલીસ ઇન્સ્પેકટર કરણસિંહ ચુડાસમાએ ડોનેટ લાઈફના પ્રમુખ નિલેશ માંડલેવાલાનો ટેલીફોનીક સંપક કરી મહેશકુમારના બ્રેડડેડ અંગેની જાણકારી આપી હતી. ડોનેટ લાઇફની ટીમ હોસ્પિટલ પહોંચીમહેશકુમારના પત્ની બીનાબેન, ભાઈરાકેશકુમાર, સસરા ધર્મેદ્રસિંહ, સાળા દિવ્યરાજસિંહ તેમજ પરિવારના અન્ય સભ્યોને ઓર્ગન ડોનેશનની જાણકારી આપી ઓર્ગન ડોનેશનનું મહત્વ સમજાવ્યું હતું.
પરિવારના સૌ સભ્યોએ જણાવ્યું કે અમે આજ હોસ્પીટલમાંથી બે દિવસ પહેલાં એક બ્રેનડેડ દર્દીનાં અંગોનું દાન થતાં જોયું હતું. આજે જયારે ડોક્ટરોએ અમારા સ્વજનને બ્રેનડેડ જાહેર કર્યા છે અને ડોનેટ લાઈફની ટીમે પણ આવીને અંગદાનનું મહત્વ સમજાવ્યું, તેમજ આજે અમે વર્તમાનપત્રોમાં પણ ઓર્ગન ડોનેશન અંગેના સમચારો વાંચ્યા હતા તેથી અમને થયું કે આ એક ઈશ્વરીય કાર્ય છે. શરીરના અંગોબળીને રાખ થઇ જાય તેના કરતાં તેના દાન થકી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન મળતું હોય તો અંગદાન માટે આપ આગળ વધો. પરિવારજનો તરફથી અંગદાનનીસંમતિમળતાનીલેશમાંડલેવાલાએઅમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC)નાડો. પ્રાંજલ મોદીનોસંપર્કકરીકિડની અને લિવરનુંદાનલેવાઆવવામાટે જણાવ્યું હતું. અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC)ના ડૉ.મિતુલ શાહ અને તેમની ટીમે આવી કિડની અને લિવરનું દાન સ્વીકાર્યું. જયારે ચક્ષુઓનું દાન લોક્દ્રષ્ટિ ચક્ષુબેંકના ડૉ. પ્રફુલ શિરોયાએ સ્વીકાર્યું હતું. દાનમાં મેળવવામાં આવેલીકિડની પૈકી એક કિડની અમદાવાદના રહેવાસી પ્રદીપ પરસોત્તમભાઈ ચૌહાણ ઉ.વ.૩૫ અને બીજી કિડની અમદાવાદના રહેવાસી યશેષ જીતેન્દ્રભાઈ પટેલ ઉ. વ. ૧૬માં,જયારે લીવર વડોદરાના રહેવાસી મેહુલ મનુભાઈ પટેલ ઉ.વ. ૪૪માં અમદાવાદનીInstitute of Kidney Diseases and Research Centre (IKDRC)માંડો. પ્રાંજલ મોદીઅને તેમની ટીમદ્વારા ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે. અંગદાન મેળવવાની આ સમગ્ર પ્રક્રિયામાં મહેશકુમાર ઉર્ફે મહિપાલસિંહના પત્ની બીનાબેન, ભાઇ રાકેશ કુમાર,સસરા ધર્મેન્દ્રસિંહ, સાળા દિવ્યરાજસિંહ અને પરિવારના અન્ય સભ્યો, ન્યૂરોસર્જન ડૉ. અશોક પટેલ, ડૉ. ધવલ પટેલ, ન્યૂરોફીજીશિયન ડૉ. મનોજ સત્યવાણી, ઇન્ટેન્સીવીસ્ટ ડૉ.અંકિત ગજજર,INS હોસ્પિટલના સંચાલકો અને સ્ટાફ,તથાડોનેટલાઈફના પ્રમુખશ્રી નિલેશ માંડલેવાલા, સુભાષ જોધાણી અને યોગેશ પ્રજાપતિનો સહકાર સાંપડ્યો હતો.. સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી અત્યાર સુધી બ્રેનડેડ વ્યક્તિઓના પરિવારજનો સાથે સમજણ કેળવી નીલેશ માંડલેવાલા અને ડોનેટ લાઈફ દ્વારા ૨૫૩ કિડની, ૧૦૨ લીવર, ૬ પેન્ક્રીઆસ, ૧૭ હૃદય અને ૨૧૬ ચક્ષુઓના દાન મેળવીને ૫૯૧ વ્યક્તિઓને નવું જીવન અને નવી રોશની બક્ષવામાં સફળતામેળવી છે.
• Share •