સુરત-07-05-2018
ડાંગમાંથી મળી આવેલી વરાછા વિસ્તારમાં રહેતા મહિલાની લાશના પ્રકરણમાં આ હત્યા તેણીના પ્રેમી અને પતિના મિત્ર દ્વારા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું. ડાંગ પોલીસ અને સુરત ક્રાઈમ બ્રાંચ ના સંયુક્ત ઓપરેશનમાં આ હત્યામાં સંડોવાયેલા બે શખ્સો ને પોલીસે ઝડપી લીધા છે.
પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ગત તારીખ ૨૮મી એપ્રિલે વઘઈ તાલુકાના સાકરપાતળ ગામ નજીક ના કુંડા ફાટક નજીકના પુલ પાસેથી એક અજાણી મહિલાની લાશ મળી હતી. જેમાં ડાંગ પોલીસે તપાસ શરુ હતી. દરમિયાન અજાણી મહિલાની ઓળખ માટે પોસ્ટરોની સાથે સોશિયલ મીડિયાની પણ મદદ લેવાઈ હતી.જેમાં આ લાશની ઓળખ વરાછા લંબે હનુમાન રોડ પર આવેલા પંચરત્ન ટાવરમાં રહેતા ડોક્ટર નીલેશભાઈ વિરાણીના પત્ની બીનાબેનની હોવાનું બહાર આવ્યું હતું. જે પણ પોતે હોમીયોપેથી ડોકટર હતી અને સાથે મેક્સ લાઈફ ઇન્સ્યોરન્સની કામગીરી સાથે સંકળાયેલી હતી. જે પોતાના પિયરમાં ગત તારીખ ૨૭ મી ના રોજ ગઈ હતી. ત્યાંથી નીકળ્યા બાદ ઘરે પરત ફરી ન હતી.અને ગુમ થઇ ગઈ હતી. બીજે દિવસે તેણીની લાશ ડાંગ માંથી મળી આવી હતી. જયારે ઓળખ થઇ ગયા બાદ લાશ સુરત ની મહિલાની નીકળતા સુરત ક્રાઈમ બ્રાંચ પણ આ તપાસમાં જોતરાઈ હતી. અને ડાંગ–સુરત પોલીસનું સયુક્ત ઓપરેશન શરુ થયું હતું. જે દરમિયાન મહિલા તબીબની હત્યા પોલીસને કોઈ નજીકના જ કોઈ શખ્સે કરી હોવાની શંકા હતી. જેથી પોલીસે તેણીની કોલ ડીટેઈલ્સ ચેક કરતા તમામ મામલો સામે આવ્યો હતો. જેના આધારે પોલીસે હત્યારા અને લાશ ને ફેકવામાં મદદ કરનાર ડ્રાઈવર ને ઝડપી લીધા છે. પોલીસે હત્યારા સંજય ડોબરિયા ને અમરેલીથી ઝડપી લીધો હતો. આ સંજય કે જે બીનાબેનના પતિ નીલેશ ના મિત્ર છે. સાથે પોલીસે લાશને ડાંગ સુધી પહોચાડવામાં મદદરૂપ થનાર ડ્રાઈવર તારીક શેખ ને મહારાષ્ટ્ર થી ઝડપી લીધો હતો.બંને ની પૂછપરછમાં મહિલા તબીબના પતિ નીલેશના મિત્ર સંજય ડોબરિયા સાથે અનૈતિક સંબંધ હતા. તેમજ આ સંબંધ આગળ વધારવા બીનાએ સંજય પર લગ્ન કરવા દબાણ કરતા તેણીની હત્યા કરી નાખી હોવાની તપાસમાં ખુલ્યું હતું. ડાંગ પોલીસ અને સુરત ક્રાઈમ બ્રાંચ ના સંયુક્ત ઓપરેશન હાથ ધરી આ ગુનાનો ભીડ ઉકેલી નાખ્યો હતો.
• Share •