Page Views: 143725

સુરતના હીરાબજાર માં આજથી ૨૧ દિવસ સુધીનું ઉનાળુ વેકેશન

કારીગર વર્ગ વતન તરફ જવા થશે રવાના

સુરત-07-05-2018

સુરતના હીરા ઉદ્યોગમાં આજથી ઉનાળુ વેકેશન જાહેર કરી દેવાયું છે. હીરા ઉદ્યોગમાં ચાલી રહેલા ઠંડા વાતાવરણને લઈને આ વેકેશન આપવામાં આવ્યું છે. સુરતમાં આવેલી ડાયમંડ માઈનીંગ કંપનીઓની સાઈટ હોલ્ડર શીપ ધરાવનાર ૩૫ મોટી કંપનીઓએ આ વેકેશન જાહેર કરી દીધું છે. સાથે રત્નકલાકારોને એલટીએ ભથ્થું ચૂકવી દીધું છે.

આ વેકેશનની જાહેરાત બાદ રવિવાર સાંજ તેમજ આજથી જ કારીગર વર્ગ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પોતાના વાતને જવા રવાના થઇ રહ્યા છે. જયારે આજથી જ વરાછા, કતારગામ, વસ્તાદેવડી રોડ, કાપોદ્ર, એલ.એચ રોડ પર આવેલા નાં કારખાનાઓમાં પણ નાના અને ૨૧ દિવસના વેકેશન જાહેર કરી દેવાયા હોવાનું જાણવા મળ્યું છે. જયારે આ વેકેશનની જાહેરાતની સાથે હીરા બજારમાં પણ વિવિધ ચર્ચો છવાઈ છે. મુખ્યત્વે હીરા ઉદ્યોગમાં નીરવમોદીના કાંડ ને કારણે નાણા નો પ્રશ્ન ઉભો થયો છે. સાથે ડોલરની સામે રૂપિયો ૫ ટકા નીચે ગયો છે. જેના કારણે રફના ભાવો વધ્યા છે. તેમજ પોલીશ્ડ ડાયમંડના સુરત અને મુંબઈ ના માર્કેટમાં ૪ ટકા ભાવ તૂટ્યા છે. જેને કારણે આ વેકેશન જાહેર કરીને નુકશાનીમાં થોડો ઘટાડો કરવા તેમજ પોલીશ્ડ ડાયમંડના ભરવાને ઓછો નો હેતુ રખાયો છે. જયારે નાના અને માધ્યમ કારખાનેદરોએ જેમને વેકેશન પડ્યા છે. તેઓ ૭ જુન નજીક ફરી કારખાનું શરુ કરવાના છે. જયારે કેટલાક કારખાનાઓમાં અઠવાડિયા તો કેટલાકમાં ૨૧ દિવસના ફિક્સ વેકેશન પડી ગયા છે.