Page Views: 147994

વરાછામાં પેટ્રોલપંપ પર પેટ્રોલ ભરાવવા આવેલી કારમાં લાગી આગ

પેટ્રોલપંપ નજીક હોવાથી લોકો માં ભય ફેલાયો : ફાયરબ્રિગેડે મેળવ્યો કાબુ

સુરત-05-05-2018

વરાછાના ચીકુવાડી વિસ્તારમાં આવેલા સેલના પેટ્રોલ પંપ પર આજે પેટ્રોલ ભરાવવા આવેલી એક કારમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી. કારમાં આગ લાગતા જ લોકોમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. જયારે પેટ્રોલ પંપ નજીક જ આ ઘટના બનતા મોટી દુર્ઘટના બનવાનો લોકોમાં ભય ફેલાયો હતો. જયારે કોલ મળતા જ તાત્કાલિક ફાયર ઘટના સ્થળે પહોચી આગ પર કાબુ મેળવ્યો હતો.

ફાયરબ્રિગેડ પાસેથી મળેલી માહિતી અનુસાર, વરાછા વિસ્તારમાં વારીગૃહની સામે આવેલ ચીકુવાડી નજીક સેલ કંપનીનું પેટ્રોલ પંપ આવેલું છે. જ્યાં આજે બપોરે બે વાગ્યા દરમિયાન પેટ્રોલ પંપ પર આવેલી GJ-05-CP-5610 નંબરની મારુતિ કંપનીની રીટ્ઝ કાર પેટ્રોલ પુરાવવા આવી હતી. દરમિયાન આગમાં અચાનક જ આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આગ વધી હતી. જયારે આગ લાગતા જ પેટ્રોલ પંપ પર રહેલા લોકોમાં નાસભાગ મચી હતી. જયારે પેટ્રોલ પંપ નજીક હોવાથી લોકોમાં મોટી દુર્ઘટના બનવાનો ભય ફેલાયો હતો. જયારે પેટ્રોલ પુરાવવા આવેલા કર માલિક અજયભાઈ વલ્લભભાઈ કંથીરીયા કારમાં આગ લાગતા તે તાત્કાલિક બહાર નીકળી જતા કોઈ જાન હાની ટળી હતી. બનાવ અંગે ફાયરબ્રિગેડને જાણ કરતા ઘટનાની ગંભીરતાને જોઈ લાશ્કરો તાત્કાલિક ઘટના સ્થળે પહોચ્યા હતા. અને કાર પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવ્યો હતો. આગમાં કાર સંપૂર્ણ પણે બળીને ખાખ થઇ હતી. જોકે કારમાં આગ કેવી રીતે લાગી તેનું કરણ જાણવા મળ્યું નથી.