Page Views: 150220

ગોપીપુરામાં ત્રણ વર્ષનું બાળક ચોથા માળેથી પટકાતા મોત

મહોલ્લામાં ચાલતા નિયાઝ મહોત્સવને નિહાળવા જતા બાળક બારી માંથી લપસી ગયું હતું

સુરત-05-05-2018

ગોપીપુરામાં માતા-પિતા જામ રહ્યા હતા અને ત્રણ વર્ષનો પુત્ર ચોથા માળની બારીએથી નીચે જોવામાં લપસી પડતા તેનું કરુણ મોત નીપજ્યું હતું. જોકે પટકાયા બાદ પરિવારજનોએ બાળકને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો. જ્યાં હાજર ડોક્ટરોએ બાળકને મૃત ઘોષિત કર્યો હતો.

મળેલી માહિતી અનુસાર, ગોપીપુરા વિસ્તારમાં આવેલ હુસેન ચોક ખાતે મુસ્લિમ સમુદાયનો નિયાઝ મહોત્સવ ચાલી રહ્યો હતો. આ ચોક માં આવેલી બિલ્ડીંગના ચોથા માળે જાકીર ખાન રહે છે.અને ડેકોરેશન ના વ્યવસાય સાથે સંકળાયેલ છે. જાકીરના ચાર સંતાનો પૈકીના ત્રીજુ બાળક નું નામ તોહિત હતું, જે ત્રણ વર્ષ નું હતું. ગતરોજ રાત્રીના માતા-પિતા બંને ભોજન કરતા હતા.દરમિયાન નજર ચીકાવી તોહિત મહોલ્લામાં ચાલતા નિયાઝ મહોત્સવ જોવા માટે બારી પાસે ગયો હતો.દરમિયાન તે લપસી જતા બાળક ચોથા માળેથી નીચે પટકાયું હતું. જેમાં બાળકને ગંભીર ઈજા થઇ હતી. ને પરિવારે તાત્કાલિક બાળકને હોસ્પીટલમાં ખસેડ્યું હતું. જ્યાં હાજર ડોકટરે તેને મૃત જાહેર કરતા પરિવારમાં ચોકની લાગણી છવાઈ ગઈ હતી.