શહેરમાં સેન્ડઆર્ટીસ્ટ દ્વારા કેન્દ્ર સરકારની પ્રસિદ્ધ યોજનાઓને આબેહુબ ચીતરશે

૫ અને ૬ મે ના રોજ યોજાનારા આ કાર્યક્રમને લોકો વિનામૂલ્યે નિહાળી શકશે.

સુરત-04-05-2018

પીપલોદ ગૌરવપથ મહાલક્ષ્મી પાર્ટી પ્લોટ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ માં કેન્દ્ર સરકારની વિવિધ પ્રસિદ્ધ યોજનાઓને આંતરરાષ્ટ્રીય કક્ષાના સેન્ડ આર્ટીસ્ટ દ્વારા કરવામાં આવનાર છે.જે સાથે ગુજરાત ઝારખંડ અને ઓડીસ્સા ના ના આદિવાસી કાળ નૃત્યો અને સંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

શહેરની જાણીતી સંસ્થા NOC ફાઉન્ડેશન દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસિદ્ધ સેન્ડ આર્ટીસ્ટ ના માધ્યમથી કેન્દ્ર સરકારની ચાર વર્ષ માં લોક ઉપયોગી અને જાણીતી યોજનાઓની પ્રસિદ્ધીઓને લોકો સમક્ષ મુકવાના કાર્યક્રમની સાથે આદિવાસી નૃત્ય અને સંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.આ આયોજન આગામી તારીખ ૫ અને ૬મે ના રોજ પીપલોદ ગૌરવપથ મહાલક્ષ્મી પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમ નું ખાસ આકર્ષણ સેન્ડ આર્ટ નું છે. જેમાં માત્ર રેતી દ્વારા લોકો સમક્ષ ૨૦ બાય ૨૦ ફૂટના સ્ટોલમાં સ્વચ્છ ભારત અભિયાન, ઉજ્જ્વાલા યોજના, જન-ધન યોજના, મેક-ઇન ઇન્ડિયા, બેટી બચાઓ બેટી પઢાઓ, જેવી વિવિધ યોજનો ને આબેહુબ ચિતરવામાં આવશે.આ બે દિવસીય કાર્યક્રમ માટે ના કાર્યક્રમને લોકો વિનામૂલ્યે નિહાળી શકશે.