બિહાર-03-05-2018
બિહારના મુઝફ્ફપુરથી દિલ્હી જતી બસ ૩૦ ફૂટ ઊંડા ખાડામાં પલટી મારી ગયા બાદ તેમાં આગ લગતા અંદર બેસેલા ૨૭ મુસાફરો ભડથું થઇ ગયા હતા. જયારે અન્ય લોકો ભારે ઈજાગ્રસ્ત થયા છે. જેથી તેમને બચાવીને નજીકની હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે. આ મૃત્યુ આંક વધે તેવી શક્યતા છે.
સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, બિહારના મુઝફ્ફરપુર થી ૫૦થી વધુ મુસાફરો સાથે બસ આજે સવારે દિલ્હીની તરફ રવાના થઇ હતી. જયારે બસની સ્પીડ વધુ હોવાથી ડ્રાઈવરે મોતીહારી નજીક એનએચ-૨૮ પરથી પસાર થતી વેળા એ સ્ટીયરીંગ પરથી સંતુલન ગુમાવ્યું હતું. જેથી બસ પલટી ગઈ હતી. જે બસ પલટીને ૩૦ ફૂટ ઊંડા ખાડામાં પડી હતી. બાદ બસમાં અચાનક આગ ફાટી નીકળી હતી. બસમાં એસી હતું. અને દુર્ઘટના બની ત્યારે બસના કાચ બંધ હતા. જેથી આજ્ઞા ધુમાડાને કારણે મુસાફરોના સ્વાસ રૂંધાયા હતા. દુર્ઘટના બનતા જ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. જેમાંથી એક સ્થાનિકે દુર્ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરતા જ તાત્કાલિક લશ્કારોની ગાડી ઘટના સ્થળે પહોચી હતી. અને લશ્કરોએ આગ પર સ્થાનિકોની મદદ થી કાબુ મેળવ્યો હતો. જોકે ત્યાં સુધીમાં સ્વાસ રૂંધાવાને કારણે તેમજ આગ ના કારણે ૨૭ લોકોના મોત નીપજ્યા હતા.અને અન્ય મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. જેથી તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે.આ અનાવ ને પગલે સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. હાલ પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.
• Share •