સુરત-3-5-2018
બેન્કિંગ સેવા ઉપરાંત સામાજીક ઉત્તરદાયીત્વ નિભાવવામાં વરાછા કોઓપરેટીવ બેન્ક હંમેશા અગ્રેસર રહે છે. છેલ્લા 20 વર્ષથી વરાછા બેન્ક દ્વારા તેના સભાસદોના બાળકોને પ્રોત્સાહન માટે ઇનામ અને નોટબુક સેટ આપવામાં આવે છે. આ વર્ષે પણ 1લી મે થી સભાસદોને નોટબુક વિતરણ શરૂ થયુ છે. ધી વરાછા કો-ઓપરેટીવ બેન્કના 42 હજારથી વધુ સભાસદો ધરાવતી બેન્ક છે અને તમામ સભાસદોને તેમના બાળકો માટે નોટબુક સેટ આપે છે. બેન્ક દ્વારા દરેક સભાસદને રૂપિયા બે લાખનું અકસ્માત વીમા કવચ આપવામાં આવે છે. તારીખ 31-3-2018ના રોજ પુરા થતા નાણાકિય વર્ષમાં વરાછા બેન્કે રૂપિયા 2100 કરોડના બિઝનેસ સાથે ગુજરાતની ટોપ ટેન કોઓપરેટીવ બેન્કમાં સ્થાન પ્રાપ્ત કર્યુ છે. આગામી દિવસોમાં વરાછા બેન્ક શીડ્યુલ્ડ બેન્કનો દરજ્જો પ્રાપ્ત કરે તેના માટેની કાર્યવાહી હાલમાં ચાલુ છે અને હવે બેન્ક દ્વારા જીવન વીમા કવચ આપવા માટે વિચારી રહી છે. બેન્કના ચેરમેન કાનજીભાઇ ભાલાળાએ જણાવ્યું હતું કે, નોટબુક લેવા આવતા સભાસદોએ વરાછા બેન્કના આઇકાર્ડની ઝેરોક્ષ ઉપરાંત પાનકાર્ડ અને આધાર કાર્ડની ઝેરોક્ષ કોપી લઇને આવવાનું રહેશે. જીવનવીમા કવચ આપવા માટે સભાસદોને તમામ માહિતી અપડેટ કરવાની હોવાથી પાનકાર્ડ અને આધાર કાર્ડની માહિતી મંગાવવામાં આવી છે.
• Share •