Page Views: 136865

સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ૩.૭ની તીવ્રતાના ભૂકંપના આચકા અનુભવાયા

ભરૂચમાં એ.પી સેન્ટર નોંધાયું, લોકો બહાર ભાગ્યા

સુરત-21-04-2018

દક્ષિણ ગુજરાતમાં આજે સાંજે પાંચ વાગ્યાના અરસામાં ભૂકંપના આચકા અનુભવાયાની માહિતી સાંપડી છે.ભૂકંપના આચકા અચાનક અનુભવતા લોકો બહાર દોડી આવ્યા હતા.૩.૭ ની તીવ્રતાથી ભૂકંપનો આચકો અનુંભવાયાનું જાણવા મળ્યું છે.

આજે અચાનક સાંજના સુરત સહીત નજીક ના જિલ્લાઓમાં ભૂકંપના આચકાઓ અનુભવતા લોકોમાં ભય ફેલાયો હતો. તો લોકો પોતાનું તમામ કામ મુકીને ઓફિસ, ઘર, કચેરીની બહાર દોડી આવ્યા હતા. દક્ષિણ ગુજરાત ના સુરત, તાપી, વ્યારા, બારડોલી ,ભરૂચ સહિતના જીલ્લાઓમાં ભૂકંપના આચકાઓ અનુભવાયા છે. આ ભૂકંપ નું કેન્દ્ર બિંદુ ભરૂચ હોવાનું માનવામાં આવી રહ્યું છે. ભૂકંપની તીવ્રતા ૩.૭ રેક્ટેલ સ્કેલ નોંધવામાં આવી છે.સુત્રીના જણાવ્યા મુજબ ભૂકંપની તીવ્રતા ઓછી હોવાથી અને લોકોની સતર્કતાને કારણે કોઈ જાનહાની થઇ નથી.