Page Views: 172815

ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ ની ચુંટણી લડી રહેલ ભદ્રેશ શાહ ની જાણી-અજાણી વાતો

સિવિલ એન્જીનિયર ભદ્રેશ શાહ સેવાકીય, સામાજિક એન શેક્ષણિક કાર્યમાં છે આગળ

સુરત-20-04-2018

     ભદ્રેશ ફકીરચંદ શાહ એટલે વિઝાન, એક્શન, કમિટમેન્ટ અને ઈમ્પ્લીમેન્ટેશનનો માણસ. બેઝીકલી સિવિલ એન્જીનિયર ભદ્રેશ શાહ છેલ્લા દાયકાથી શહેરની અનેક સામાજિક ,શૈક્ષણિક અને ધાર્મિક સંસ્થો સાથે જોડાયેલા છે.૧૯૭૬માં એસવીએનઆઈટી કોલેજમાંથી સિવિલ એન્જીનિયર થયેલાં ભદ્રેશ શાહ છેલ્લા ૪૨ વર્ષથી એન્જીનીયર્સ એન્ડ બિલ્ડર્સ તરીકે કાર્યરત છે. એમને ૧૦૦થી વધુ નાના-મોટા રીયલ એસ્ટેટના પ્રોજેક્ટનું નિર્માણ કર્યું છે. જોગાણી નગર મીની ટાઉનશીપ એ એમનો જાણીતો પ્રોજેક્ટ છે.

     મૂળ ગાયકવાડી નગર શિનોર ના વતની પરંતુ મોસાળ ભરૂચમાં જન્મેલા ભદ્રેશ શાહે પ્રાથમિક શિક્ષણ સુરતમાં રત્નસાગરજી સ્કુલ અને જૈન હાઈસ્કુલમાં ભણ્યા પછી પ્રિ.સાયન્સ વલ્લભ વિદ્યાનગરમાં કર્યું હતું. પછી સિવિલ એસવીએનઆઈટી માંથી થયાં હતા. છેલ્લા ૨૫ વર્ષ થી તેઓ ચેમ્બર ઓફ કોમર્સ ના ચીફ પેટર્ન સભ્ય છે અને ૧૮ વર્ષ થી મેનેજીંગ કમિટીના સભ્ય છે. છેલ્લા ૯ વર્ષ થી ગ્રુપ અને કોર કમિટીના ચેરમેન રહેલા ભદ્રેશ શાહ હાલમાં ચેમ્બરના ઉપપ્રમુખ પરની ચુંટણીને લઇ શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. તેઓ એસવીએનઆઈટી ઇન્ટરનેશનલ એલમ્ની એસોસિએશન ના ફાઉન્ડર પ્રેસિડેન્ટ છે. ધી ઇન્સ્ટીટયુટ ઓફ સિવિલ એન્જીનિયર એન્ડ આર્કિટેક્ટના પ્રેસિડેન્ટ રહી ચુક્યા છે. મહાવીર જૈન વિદ્યાલય એલમ્ની ફેડરેશન મુંબઈ, જાયન્ટ ગ્રુપ ઓફ નર્મદ નગરી, શ્રી શિનોર જૈન સંઘ, જોગાણી નગર જૈન સંજ્ઞા પ્રમુખ રહી ચૂકયા છે. નવનિર્માણ સમિતિના તેઓ ફાઉન્ડર મેમ્બર રહ્યા છે. સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી, પ્રોડકટીવીટી કાઉન્સિલ, ક્રેડાઇ સુરત, બેસ્ટ સ્લાઈફ સોસાયટી સહીત નો અનેક સંસ્થાઓ સાથે તેનો જોડાયેલા છે. ગોપીતાલાવ હેરીટેજ વોંક સુરત થકી સુરતના કલા વરસા અને સ્થાપત્ય ની જાળવણી માટે તેઓ સક્રિય છે. છેલ્લા ૨૩ વર્ષથી સ્કુલ કોલેજ ના યુવાનો માટે ધ સુપર સ્પીકર એન્ડ સુપર કલ્ચર કોન્ટેસ્ટનું આયોજન સફળતા પૂર્વક કરી ચુક્યા છે. સુરત શોપિંગ ફેસ્ટીવલના તેઓ પ્રણેતા ગણાય છે. ભદ્રેશ શાહ વિશ્વના ૪૦ થી વધુ દેશોનો પ્રવાસ ખેડી ચુક્યા છે. સુરત શહેર ના વિકાસ માટે તેમની પાસે એક આર્થિક, સામાજિક અને શૈક્ષણીક એજન્ડા છે. એવા ભદ્રેશ શાહે વર્તમાનન્યુઝ સાથે પોતાની વાતો શેર કરી છે.

સવાલ: પત્ની ઘરમાં શું કહીને બોલાવે છે?

ભદ્રેશ શાહ: સામાન્ય રીતે ભદ્રેશ, પરંતુ ઓર્ડર કરવાનો હોય તો શાહ સાહેબ

સવાલ: પોતાના માટે રૂપિયા ૧૦ કરોડ ખર્ચવાના હોય તો શું કરો?

ભદ્રેશ શાહ: સેવા ટ્રસ્ટ બનાવી મારા ૧૦ કરોડ ઉમેરી સેવાકીય કાર્ય કરું. કારણકે એ રૂપિયા નો વ્યય અને વૈભવી જીવનની વિરુદ્ધ નો વિચાર ધરાવું છું.

સવાલ: પ્રાઈમરીમાં ભણતા હતા ત્યારે શું બનવા માંગતા હતા?

ભદ્રેશ શાહ: બાળપણ માં ૩ વર્ષની વયે વિનોબા ભાવેનું વ્યક્તવ્ય સાંભળ્યું હતું ત્યારથી આદર્શવાદી નેતા બનવાનું બાળપણમાં વિચાર્યું હતું.

સવાલ: જાહેર માં હસીનું પત્ર બન્યાં હો તેવો કિસ્સો?

ભદ્રેશ શાહ: મારા તાજા લગ્ન થયાં હતા તે વખતે મીસીસ ને પહેલીવાર ન્યુ બાઈક લઇ નીકળ્યો હતો. તે દરમિયાન રસ્તામાં ખાડો આવતા મેં વટભેર ખાડામાંથી બાઈક બહાર કાઢી હતી.અને ઉત્સાહમાં પત્ની સાથે વાતો કરતો હતો તેમ પુરપાટ ઝડપે ગાડી દોડાવી હતી. પરનું પાછળથી પત્નીનો કોઈ અવાજ નહિ આવતા મેં પાછળ નજર દોડાવી તો પત્ની બાઈક પરથી ગાયબ હતી. પાછા વાળીને જોયું તો તે ખાડામાં પડી હતી, પરંતુ સદ્દભાગ્યે તેને કોઈ ઈજા થઇ ન હતી.

સવાલ: તમારી સૌથી મોટી કુટેવ જે તમે બદલવા માંગતા હોવ?

ભદ્રેશ શાહ: હું દરેક વ્યક્તિને સાચીને સારી માની લઉં છું તેને કારણે અનેકવાર છેતરાયો છું, ઘરવાળા કહે છે કે ભદ્રેશ જેના પર ખુબ ભરોસો કરે છે તે પૈકીના મોટાભાગના છેતરે છે.

સવાલ: પોતાના માટે છેલ્લી ખરીદેલી ચીજ અને તેની કિંમત?

ભદ્રેશ શાહ: ૧૫૬ મહાપુરુષોના જીવનચરીત્રોના પુસ્તકની ખરીદી કરી હતી, જેની કિંમત ૧ લાખ રૂપિયાની

સવાલ: લાઈફ ની સૌથી મોટી ભૂલ કે પસ્તાવો?

ભદ્રેશ શાહ: વલ્લભ વિદ્યાનગરમાં ભણતો હતો ત્યારે મેકેનીકલ એન્જીનિયર બનવા માંગતો હતો પરંતુ બન્યો સિવિલ એન્જીનિયર.

સવાલ: વડાપ્રધાનોને શ્રેષ્ઠતા ક્રમમાં ગોઠવો. (૧) ઇન્દિરા ગાંધી (૨) વાજપાઈ (૩) મોરારજી દેસાઈ (૪) મનમોહનસિંઘ 

(૫) રાજીવ ગાંધી

ભદ્રેશ શાહ: (૧) મોરારજી દેસાઈ (૨) અટલ બિહારી બાજપાઈ (૩) રાજીવ ગાંધી (૪) ઇન્દિરા ગાંધી (૫) મનમોહનસિંઘ

સવાલ: હાલના જમાનામાં તમને સૌથી આકર્ષક લાગતી ફિલ્મી હિરોઈન કઈ?

ભદ્રેશ શાહ: વિદ્યા બાલન

સવાલ: તમારો પ્રિય રેસ્ટોરન્ટ અને ત્યાની સૌથી પ્રિય વાનગી.

ભદ્રેશ શાહ: આતિથ્ય રેસ્ટોરન્ટની કોઈપણ દક્ષિણ ભારતીય વાનગી