Page Views: 187291

શનિવારે તા.૨૧મી એપ્રિલે રાત્રે 9.30 કલાકે ફુલ્લી કોમેડી નાટક રંગરસીયા જરા આટલેથી અટકો

ગાંધી સ્મૃતિ ભવનના તખ્તા પર ભજવાશે નાટક રંગરસીયા જરા આટલેથી અટકો

સુરત-19-04-2018

ડાયમંડ સિટી પ્રોડકશન દ્વારા આગામી શનિવારે તા.૨૧મી એપ્રિલના રોજ શહેરના નાનપુરા ટીમલિયાવાડ સ્થિત ગાંધી સ્મૃતિ ભવનના તખ્તા પર ફુલ્લી કોમેડી નાટક રંગરસીયા જરા આટલેથી અટકો ભજવાશે. લેખક વિલોપન દેસાઇ દ્વારા લખાયેલા આ નાટકમાં દર્શકોને સતત ત્રણ કલાક સુધી હસતા રાખી શકે છે. નાટકનું દિગ્દદર્શન તેજસ ટેલર દ્વારા કરવામાં આવ્યુ છે. રંગરસીયા જરા આટલેથી અટકો આ નાટકમાં મુખ્ય કલાકાર તરીકે નીતિન મોર્ય, ભાવિન વૈદ્ય, દેવાંગી ભટ્ટ, મેઘા સીયારામ, શિવાની સોપારીવાલા, પ્રીતિ આહીર અને રાજીવ પંચાલે અભિનયના ઓજસ પાથર્યા છે. આ નોન સ્ટોપ કોમેડી નાટકનું હાલમાં એડવાન્સ તેમજ ગ્રુપ બુકીંગ ચાલી રહ્યું છે. અગાઉ આ નાટકના સંખ્યાબંધ સફળ શો થઇ ચુક્યા છે અને દર વખતે દર્શકો દ્વારા તેને વધાવવામાં આવ્યુ છે. રંગરસીયા જરા આટલેથી અટકો નાટકમાં પતિ પત્ની લગ્નેતર સબંધો બાંધી અને રમુજ ઉભી કરે છે અને તેમાં બનતી ઘટનાઓ અને બન્નેના કારનામા દર્શકોને મનોરંજન પુરૂ પાડે છે. બન્ને દ્વારા  કારનામા ખુલ્લા પાડવા માટે કરવામાં આવતા પ્રયાસો સહિતના ઘટના ક્રમમાં દર્શકોને ભરપુર મનોરંજન પુરૂ પાડે છે. એક કોમેડી નાટકમાં બનતા સંખ્યાબંધ કિસ્સાઓને અદભુત રીતે વાર્તામાં વણી લેવામાં આવ્યા છે અને તમામ પાત્રો દ્વારા તેને રંગમંચ પર જીવંત કરવા માટે અથાગ મહેનત કરવામાં આવી છે જે આપ નાટકમાં જોઇ શકશો. નાટક જોયા બાદ આપ ખુદ જ કહેશો કે, રંગરસીયા જરા આટલેથી અટકો એ નાટક એક વખત નહીં પરંતુ વારંવાર જોવા જેવુ નાટક બનાવ્યું છે.