Page Views: 143644

બીટકોઈન કેસ માં નાસતો ફરતો પી.આઈ અનંત પટેલ ઝડપાયો

વેશ પલટો કરવા pi અનંતે કરાવ્યું હતું મુંડન

સુરત-19-04-2018

ગુજરાતમાં ચકચાર મચાવનાર 12 કરોડના બીટકોઈન મામલામાં નવા નવા ખુલાસાઓ થઇ રહ્યા છે. આ કેસ ના મુખ્ય વ્યક્તિ શૈલેષ ભટ્ટ અપહરણ કરાયું હતું અને તેને ફાર્મ હાઉસ લઇ જવાયો હતો. જેમાં પી.આઈ અનંત પટેલ નો મહત્વ નો રોલ હતો. જેને અમરેલીના અડાલજ પાસેથી ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે.

૧૨ કરોડ ના બીટકોઈન માટે સુરતના વેપારી શૈલેષ ભટ્ટ નું ગાંધનગર થી અપહરણ કરી ને એક ફાર્મ હાઉસ માં ગોંધી રાખવામાં આવ્યો હતો. જેમાં મહત્વનો રોલ બજાવનાર અનંત પટેલ આ મામલો ક્રાઈમ બ્રાંચ ને સોપ્યા બાદ બાદ છુ થઇ ગયો હતો. જયારે બીટકોઈન ની ૧૧ થી વધુ લોકો સામે ફરિયાદ નોંધ્યા બાદ અમરેલીના બે કોન્સ્ટેબલ અને એક વકીલ ની ધરપકડ કરી હતી. અને બાકીના ફરાર થઇ ગયા હતા. જેની શોધખોળ સી.આઈ.ડી ક્રાઈમે ચાલુ કરી હતી. જે માટે અલગ અલગ ટીમ દ્વારા બનાવીને તેમની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન અમદાવાદ ક્રાઈમ બ્રાંચ પોલીસ ને બાતમી મળી હતી કે પોલીસ થી સંતાઈ રહેલા પોલીસ ઇન્સ્પેક્ટર અનંત પટેલ અડાલજની આસપાસ સંતાયા છે જેના આધારે પોલીસે ટીમ બનાવી જુદાજુદા ત્રણ સ્થળો પર વોચ ગોઠવી હતી. આ દરમિયાન ગુરુવારની બપોરે અડાલજ પાસે સેન્ટોઝા બંગલો ખાતે મુંડન કરાવી રસ્તા પર ઉભેલા અનંત પટેલ ને ઝડપી પડ્યો હતો. વેશ પલટો કરવા માટે અનંતે મુંડન કરાવી લીધું હતું. જયારે હજુ અન્ય આરોપીઓ છુટા ફરી રહ્યા છે. હાલ અનંત પટેલ ને લઈને પોલીસે આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.