Page Views: 86156

પ્રવિણ તોગડીયાના અનિશ્ચિત મુદતના ઉપવાસનો આજે બીજો દિવસ

વિશ્વ હિન્દુ પરીષદ (વીએચપી)ના હિન્દુત્વની લેબોરેટરી ગણાતા ગુજરાતમાં છેલ્લા ત્રણેક વર્ષથી પાટીદાર આંદોલનના વલોણાથી ઉભા થયેલા વમળોમાં હવે એક નવુ પરીમાણ ઉમેરાયું

અમદાવાદઃ-

             વિહિપમાંથી દૂર કરાયા બાદ એક સમયના વિહિપના સર્વોચ્ચ ડો.પ્રવિણ તોગડીયાના અનિશ્ચિત મુદતના ઉપવાસનો આજે બીજો દિવસ છે, આજે સવારે સાધુ-સંતો સાથે ડો.તોગડીયા સાહેબ સ્વસ્થ ચિતે ઉપવાસ ઉપર બેઠેલા નજરે પડતા હતા. તેઓ ડાયાબીટીસના લાંબા સમયના દર્દી છે. એટલે ઉપવાસથી તેમની તબીયત કયારે પણ બગડી શકે તેવો ભય સેવાઇ રહયો છે. દરમિયાન ર૦૧૯ની ચૂંટણી ઉપર આ ઉપવાસ લાંબા ચાલે તો મોટી અસર સર્જે તેવી પુરી સંભાવના વચ્ચે એક જાણીતા રાજકીય વિશ્લેષક નોંધે છે કેભાજપ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) વિશ્વ હિન્દુ પરીષદ (વીએચપી)ના હિન્દુત્વની લેબોરેટરી ગણાતા ગુજરાતમાં છેલ્લા ત્રણેક વર્ષથી પાટીદાર આંદોલનના વલોણાથી ઉભા થયેલા વમળોમાં હવે એક નવુ પરીમાણ ઉમેરાયું છે.

            તાજેતરમાં હરીયાણામાં યોજાયેલી વીએચપીની ચૂંટણીમાં અત્યાર સુધી પરીષદ ઉપર કબ્જો જમાવનાર ખમતીધર ડો.પ્રવિણ તોગડીયાનો કાંટો સિફતપુર્વક કાઢી નાખવામાં ભાજપ-સંઘના સર્વોપરી નેતાઓને સફળતા મળી છે. જો કે આ નેતાઓની રીતી-નીતિથી નારાજ લાખો-કરોડો લોકો હવે ડો.તોગડીયાના રૂપમાં એક નવા નેતૃત્વ હેઠળ કામ કરવાની તૈયારીમાં જોતરાય તેવી પુરેપુરી શકયતા છે. જો હિંદુત્વના રાજકારણમાં આ નવી ધરી ઉમેરાય તો ૨૦૧૯માં ગુજરાતમાં અસમંજસતા, અનિર્ણાયકતા અને અનિશ્ચિતતાથી ઘેરાયેલા ભાજપને ઘણું નુકશાન સહન કરવુ પડે તેવી હાલત ઉભી થવાની વકી છે તેમ ભાજપનાં જ નેતાઓ માની રહયા છે.