Page Views: 136191

પાંડેસરાની બાળકીના દુષ્કર્મ અને હત્યા મામલે પોલીસને બાળકીના પિતા મળી આવ્યા? જોકે DNA તપાસ બાદ બાળકીના પરિવારની થશે આખરી ઓળખ

સુરતના કમિશનર સતીશ શર્માએ પ્રેસ કોન્ફરન્સ યોજીને જાહેરાત કરી હતી.  

સુરત :-

                પોંડેસરા દુષ્કર્મ પીડિત બાળકીની ઓળખ કરવા સુરત પોલીસે દેશભરની પોલીસનો સંપર્ક કર્યો હતો. તેની તાત્કાલિક જાણ થાય તે માટે પોલીસે દરેક ટ્રેનમાં બાળકીના પોસ્ટર લગાવ્યા હતા ત્યારે આઠ વર્ષની બાળકીના દુષ્કર્મ અને હત્યાનો મામલે કેટલાય દિવસની શોધ-ખોળ અને જનતાની પણ ખાસ્સી અપીલ બાદ બાળકીની ઓળખને લઇને પોલીસ એક પરિવારના સંપર્કમાં આવી છે.સુરતના કમિશનર સતીશ શર્માએ પ્રેસ કોન્ફરન્સ યોજીને જાહેરાત કરી હતી.  

                પોલીસની તપાસ મુજબ, બાળકી રાજસ્થાનથી ઓક્ટોબર મહિનામાં ગુમ થઇ હતી. તે બાદ કમિશનર સતિશ શર્માએ કીધુ કે બાળકીના પિતા મળી આવ્યા છે. પરંતુ તેમને એ પણ જણાવ્યુ  હતુ ખરેખર ઓળખાણ પોલીસ DNA દ્વારા બાળકી અને પરિવારની તપાસ કરશે. તે પછી જ બાળકીના પરિવારની સાચી ઓળખ થઈ શક્શે. બાળકી આંધ્રપ્રદેશની છે તેવી જાણકારી મળી આવી છે.