Page Views: 153347

દુષ્કર્મ બાદ હત્યા કરાયેલી બાળકીને ન્યાય અપાવવા વ્યંઢળો એ કર્યું વિરોધ પ્રદર્શન

રાજ્ય માં કિન્નરો પણ સુરક્ષિત ન હોવાના આક્ષેપો કર્યાં

સુરત-17-04-2018

       પાંડેસરા વિસ્તાર માંથી દુષ્કર્મ બાદ હત્યા કરાયેલી મળી આવેલી મૃત બાળકી ને ન્યાય અપાવવા અને તેણી ઓળખ કરવા માટે શહેરના લોકો આગળ આવ્યા છે.જયારે આ બનાવે લોકો માં સ્ત્રીની સુરક્ષા સામેના  પ્રશ્નો ઉભા કાર્ય છે.આજે મૃત બાળકીને ન્યાય મળે તે માટે આંજે વ્યંઢળો એ અઠવાલાઈન્સ ખાતે બેનરો સાથે વિરોધ નોંધાવ્યો હતો.સાથે આ બનાવ ને વખોડી કાઢી હતી.અને રાજ્ય માં કિન્નરો પણ સુરક્ષિત ન હોવાના આક્ષેપો કર્યાં હતા.તેમજ કલેકટર ને આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.
       કઠુઆ-ઉન્નાવ બાદ પાંડેસરામાંથી બલાત્કાર કરી હત્યા કરાયેલી હાલત માં મૃત બાળકી મળી આવી હતી.જેની સઘન તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.જયારે આજે પાંડેસરા વિસ્તાર માં પોલીસે કોમ્બિંગ કરીને બાળકીની ઓળખ મેળવાની તપાસ ચાલી રહી છે.જયારે આ મામલે શહેર ના વિવિધ વિસ્તારોમાંથી લોકો દ્વારા કેન્ડલ માર્ચ, પ્રદર્શન, રેલી કાઢી બાળકીને ન્યાય અપાવવા માટે પ્રયાસ અને રજૂઆત કરી રહ્યા છે.અઠવાલાઈન્સ ખાતે આજે વ્યંઢળો દ્વારા આજે મૃત બાળકીને ન્યાય અપાવવા આજે ધારણા કરીને વિરોધ નોંધાવ્યો હતો.સાથે આ ઘટના ને વખોડી કાઢી હતી.તમામ કિન્નરો એ બેનરો સાથે વિરોધ કર્યો હતો.બાદ ત્યાંથી રેલી યોજી કલેકટરાલય ખાતે ગયા હતા અને ત્યાં કલેકટરને રજૂઆત કરી હતી.જોકે આ સાથે રાજ્યમાં કિન્નરો પણ સુરક્ષિત ન હોવાના આક્ષેપો કર્યાં હતા.