Page Views: 136651

રાજ્યમાં નાણાની અછતનો સરકારનો સ્વીકાર: નીતિન પટેલ

નાણાની અછતના પગલે માર્કેટ યાર્ડમાં ખેડૂતોને ચૂકવણી કરવામાં તકલીફ પડી રહી છે.

                    રાજ્યમાં નાણાની અછત હોવાનો સ્વિકાર સરકારે કર્યો છે. નોટબંધી બાદ લોકોને એટીએમમાંથી નાણા મળવા મુશ્કેલ બન્યા છે. ત્યારે આ મામલે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું કે, રાજ્યમાં છેલ્લા સાત દિવસથી નાણાની અછત છે.  નાણાની અછતના પગલે માર્કેટ યાર્ડમાં ખેડૂતોને ચૂકવણી કરવામાં તકલીફ પડી રહી છે.

                રાજ્યના મોટાભાગના એટીએમમાં રૂપિયા નથી. આ મામલે રાજ્ય સરકારે આરબીઆઈ મેનેજમેન્ટને ગુજરાતને વધુ નાણાની ફાળવણી કરવાની રજૂઆત કરી છે.  રાજ્યમાં રોકડની અછત વચ્ચે લોકોને એટીએમમાંથી નાણા નથી મળી રહ્યા જેથી રોકડ માટે રઝળપાટ વધી છે.