રોકડની તંગી નથી, માત્ર અમુક સ્થળોએ માગ વધી ગઇ છે : જેટલીનું નિવેદન

પોતાના ટ્વિટમાં કેન્દ્રીય નાણાં પ્રધાન જેટલીએ જણાવ્યુ છે કે દેશની રોકડની સમસ્યાની સમીક્ષા કરી છે.

 

            દેશના આઠ જેટલા રાજ્યોમાં રોકડની તંગી બાદ નોટબંધી જેવી પરિસ્થિતિ નિર્માણ આકાર લઈ ચુકી છે. રોકડના સંકટ પર હવે કેન્દ્રીય નાણાં પ્રધાન અરુણ જેટલીએ ટ્વિટ કરીને ટીપ્પણી કરી છે. જેટલીએ ક્હ્યુ છે કે તેમણે આખી પરિસ્થિતિની સમીક્ષા કરી છે. દેશમાં રોકડની તંગી નથી. માત્ર કેટલાક સ્થાનો પર અચાનક માગણી વધવાને કારણે મુશ્કેલી સામે આવી છે. પોતાના ટ્વિટમાં કેન્દ્રીય નાણાં પ્રધાન જેટલીએ જણાવ્યુ છે કે દેશની રોકડની સમસ્યાની સમીક્ષા કરી છે.

          બજાર અને બેંકોમાં પુરતા પ્રમાણમાં રોકડ ઉપલબ્ધ છે. જે એકદમ મુશ્કેલીઓ સામે આવી છે. તે એટલા માટે છે. કારણ કે કેટલાક સ્થાનો પર અચાનક રોકડની માગણી વધી છે. તો એસબીઆઈએ પોતાની પાસે પુરતા પ્રમાણમાં રોકડ ઉપલબ્ધ હોવાનું જણાવીને તેઓ સતત એરબીઆઈના સંપર્કમાં હોવાનું પણ જણાવ્યું છે. નોટના કાળાબજારની જાણકારી નથી. આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં વધુ માંગ છે. એસબીઆઈએ કહ્યુ છે કે નોટબંધી સાથે કેશ સંકટની કોઈ લેવાદેવા નથી. માંગ વધવાને કારણે રોકડની તંગી સર્જાઈ છે. મહત્વપૂર્ણ છે કે દેશના નવ જેટલા રાજ્યોમાં રોકડની તંગી સર્જાઈ છે.