Page Views: 141894

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત હાઉસિંગ બોર્ડને લઇને જાહેર કર્યો આ મોટો નિર્ણય

ગુજરાત હાઉસીંગ બોર્ડ તેમજ સ્લમ સેલના મળીને કુલ ૧,૦૦,ર૬૭થી વધુ કુટુંબોને માલિકી હક્ક પ્રાપ્ત થશે

અમદાવાદ:-

             મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત હાઉસિંગ બોર્ડના અને સ્લમ સેલના ૧ લાખથી વધુ પરિવારોને આવાસ માલિકી હક્ક પ્રાપ્ત થાય તે માટે મહત્વપૂર્ણ પ્રજાભિમુખ નિર્ણય કર્યો છે.મુખ્યમંત્રીના આ નિર્ણય અનુસાર લાભાર્થીઓને ફાળવવામાં આવેલા મકાન આવાસના બિલ્ટ અપ એરિયા સિવાયના રહેણાંક પ્રકારના અનઅધિકૃત બાંધકામને શરતોને આધિન ખુલ્લા પ્લોટની જંત્રીના ભાવે તેમજ વાણિજય પ્રકારના અનઅધિકૃત બાંધકામને ખુલ્લા પ્લોટની જંત્રીના બે ગણા (ડબલ) ભાવે વપરાશ ફી લઇને મૂળ બાંધકામનો દસ્તાવેજ કરી અપાશે.

            ગુજરાત હાઉસીંગ બોર્ડ તેમજ સ્લમ સેલના મળીને કુલ ૧,૦૦,ર૬૭થી વધુ કુટુંબોને માલિકી હક્ક પ્રાપ્ત થશે. અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે ર૦૧૪થી પડતર રહેલા આ પ્રશ્ને મુખ્યમંત્રીશ્રીએ સમાજના બહોળા હિતમાં કરેલા આ નિર્ણયને પરિણામે ગુજરાત હાઉસિંગ બોર્ડની આવકમાં વૃદ્ધિ થતા નવા આયોજનોને વેગ મળતો થશે.ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી પૂર્વે નવા મધ્યમવર્ગને આકર્ષવા માટે ગુજરાત હાઉસિંગ બોર્ડ (જીએચબી) રાજ્યનાં દ્વિતીય અને તૃતીય શ્રેણીનાં શહેરોમાં 600 એકર જમીન ધરાવે છે. અમદાવાદમાં 7,000 મકાનો બનાવશે. જીએચબી છેલ્લા એક દાયકાથી નિષ્ક્રિય હતું જેને સક્રિય કરવા માટે તેણે રૂ.85 કરોડનું ભંડોળ મેળવ્યું હતું. આ વખતે હાઉસિંગ બોર્ડે જણાવ્યું હતું કે અમે ગરીબ, નીચી આવક અને મધ્યમ આવક ધરાવતા લોકોને ધ્યાનમાં રાખીને દર વર્ષે 25,000થી 40,000 મકાનો બનાવીશું. જીએચબી 'નહીં નફો નહીં નુકસાન'ના ધોરણે ચાલે છે. તમામ ફ્લેટ વાસ્તવિક કિંમતે ફાળવવામાં આવશે. અમે મુખ્યમંત્રી આવાસ યોજનાના પ્રોત્સાહનમાં વધારાનું યોગદાન આપીશું જેથી દરેક પરિવાર તેનું પોતાનું ઘર મેળવી શકે.