રાજકોટ-16-04-2018
હાલ કઠુઆ અને ઉન્નાવ બાદ સુરત માં પાંડેસરા વિસ્તાર માંથી રેપ વીથ મર્ડર કરેલી બાળકીની લાશ મળી આવી છે. આ બનાવો નો સમગ્ર દેશ માં પ્રત્યઘાત પડ્યો છે. સુરત સહીત દિલ્લી ,મુંબઈ અને અન્ય પ્રાંત માં પણ ભારે વિરોધ સાથે કેન્ડલ માર્ચ યોજવામાં આવી રહી છે. લોકો ફરી એકવાર નિર્ભયાકાંડ ને યાદ અપાવે છે. ત્યારે રાજકોટમાં પણ એક બાળકી પર રેપ કરવા માં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. જયારે નરાધમે લાલચ આપીને તેના પર ત્રણ વાર બળાત્કાર કર્યો હોવાનું બહાર આવ્યું છે. જયારે પોલીસે બળાત્કારી ને ઝડપી પડ્યો છે.
મળેલી માહિતી મુજબ, રાજકોટ ના ગાંધીગ્રામ માં બળાત્કાર નો બનાવ બનવા પામ્યો છે. આ વિસ્તાર માં રહેતી ૯ વર્ષીય બાળકી પર પાડોશી યુવકે નજર બગડી હતી. જયારે બાળકીની માતાની જાણ બાહર પાડોશી યુવક કમલેશ ઉર્ફે મુરલી એ બાળકી ને લાલચ આપી ઘરે બોલાવી હતી. અને પોતાની હવાસ સંતોષી હતી. માત્ર એટલું જ નહિ નરાધમે બાળકી પર એક વાર નહિ પરંતુ ત્રણ ત્રણ વાર પોતાની હવાસ સંતોષવા બળાત્કાર કર્યો હતો. જે અંગે બાળકી ની માતાને જાણ થતા તેણીએ સ્થાનિક પોલીસ ને આ અંગે માહિતી આપી હતી.જેમાં પોલીસે બનાવ ની ગંભીરતા ને ધ્યાને રાખી તાત્કાલિક નરાધમ કમલેશ ઉર્ફે મુરલી ની ધરપકડ કરી વધુ તજવીજ હાથ ધરી છે.
• Share •