Page Views: 148151

વરાછા પોસ્ટ ઓફીસ માં ચોરી નો નિષ્ફળ પ્રયાસ

તસ્કરોએ તિજોરી તોડવાનો કર્યો પ્રયાસ

સુરત-16-04-2018

વરાછા વિસ્તાર માં આવેલી પોસ્ટ ઓફીસ ને તસ્કરોએ ટાર્ગેટ કરી ને ત્યાં ચોરી કરવાની કોશિશ કરી હતી.પરંતુ તિજોરી નહિ તુટતા તસ્કરો ત્યાં રહેલા રૂપિયા ૨ હાજર લઈને નાસી ગયા હતા.જે બનાવ અંગે પોસ્ટ ઓફીસ ના મુખ્ય અધિકારીએ વરાછા પોલીસ ને ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

વરાછા માતાવાડી વિસ્તાર માં આવેલી પોસ્ટ ઓફીસ માં તસ્કરો ચોરી કરી ગયા હતા.તસ્કરોએ રવિવાર ની રાત્રી દરમિયાન પોસ્ટ ઓફીસ ને ટાર્ગેટ કરી હતી.જેમાં ઓફીસ ની મુખ્ય દરવાજા નો નકુચો તોડી ચોરો અંદર પ્રવેશ્યા હતા.અને પોસ્ટ ઓફીસ માં રહેલી તિજોરીને તોડવાનો પ્રયત્ન કર્યો હતો.જોકે તસ્કરો તિજોરી ખોલી શક્યા ન હતા.અને ત્યાં રહેલા કલેક્શન ના રૂપિયા ૨ હાજર લઈને તસ્કરો નાસી ગયા હતા.જે બનાવ ને લઈને સવારે ઓફિસે આવેલા પોસ્ટ ના હેડ ઓફિસર ને જાણ થતા તેણે વરાછા પોલીસને આ ચોરી અંગે ફરિયાદ આપી હતી.જેમાં વરાછા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.