સુરત-15-04-2018
કઠુઆમાં આઠ વર્ષીય બાળકી આસિફા સાથે સામૂહિક બળાત્કાર તેમજ ઉનાવમાં ૧૭ વર્ષીય યુવતી સાથે ભાજપના નેતાના બળાત્કારની ઘટના પછી આખો દેશ શર્મસાર છે. આરોપીઓ વિરુદ્ધ દેશભરમાં ગુસ્સો ફાટી નીકળ્યો છે. નવી દિલ્હી, લખનઉ અને મુંબઇ સહિતના અનેક શહેરોમાં આસિફાને ઝડપી ન્યાય મળે એ માટે હજારો લોકો સમર્થનમાં ઉતર્યા હતા. આ કેસના કારણે વિદેશોમાં પણ ભારતની છબિ ખરડાઇ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ ઘટનાને શરમજનક ગણાવીને ટીકા કરી છે.નવી દિલ્હીમાં સિવિલ સોસાયટી સહિતના અનેક લોકો જંતરમંતર પર આસિફાના ન્યાય માટે રસ્તા પર ઉતર્યા હતા, જેમાં પુરુષો, મહિલાઓ, વિદ્યાર્થીઓ, સિનિયર સિટીઝન્સ સહિત ટ્રાન્સજેન્ડરો પણ જોડાયા હતા.મુંબઈ સહીત દેશ ના મોટા શહેરો માં હજારો લોકોએ કેન્ડલ માર્ચ યોજીને સ્ત્રીઓ વિરુદ્ધ થઈ રહેલી હિંસા મુદ્દે મજબૂત રીતે લોક અવાજ ઉઠાવવાની માગ કરી હતી.આ દરમિયાન ઉત્તરપ્રદેશના લખનઉમાં પણ ભાજપના ધારાસભ્ય કુલદીપસિંઘ સેંગરની વિરુદ્ધમાં હજારો લોકો રસ્તા પર ઉતર્યા હતા. સેંગરના ભાઇએ પીડિતાના પિતાને ઢોર માર માર્યો એ મુદ્દે લોકોએ ભારે આક્રોશ વ્યક્ત કરીને યોગી સરકારની બરતરફીની માંગ કરી હતી.
જયારે કઠુઆ ના બનાવ માં બાળકી ના પરિવારે આ કેસ ને જમ્મુ થી સુપ્રીમ કોર્ટ માં ટ્રાન્સફર કરવા ની માંગણી કરવામાં ની માંગ કરવામાં આવી છે.જયારે બાળકીના પરિવાર તરફ થી કેસ લડતી વકીલ દીપિકા રાજાવને ધમ્કીઓ પણ મળતી હોવાનું જાણવા મળ્યું છે.જયારે કઠુઆ કાંડના મુખ્ય આરોપી કહેવાતા સાંઝી રામના પરિવારે કહ્યું, આ કેસની સીબીઆઈ તપાસ કરાવવી જોઈએ અને જો તેમાં સાંઝી રામ દોષિત સાબીત થાય તો તેને અને તેના દીકરાને જાહેરમાં ફાંસી આપી દેવી જોઈએ. ભૂખ હડતાલ પર બેઠેલી સાંઝી રામની દીકરીએ કહ્યું, બળકીને ન્યાય અપાવવા સીબીઆઈ તપાસની માગને મીડિયા દોષિતોને બચાવવા અને તપાસમાં રોડાં નાખવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.
• Share •