સુરતઃ 15-04-2018
સુરત શહેરભરમાં લાયસન્સ વગર ધમધમતા પીવાના પાણીના પ્લાન્ટને સીલ મારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.મનપા દ્વારા વિવિધ વિસ્તારમાં પ્લાન્ટ ધારકોને નોટીસ પાઠવવામાં આવી હતી.ત્યારબાદ સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી છે.જેમાં કુલ ૨૦ જેટલા પ્લાન્ટ ધારકો સામે કાર્યવાહી કરીને તેમના પ્લાન્ટ ને સીલ કરી દેવાયા છે.
લોકો ને આરોગ્ય સાથે છેડા કરતા ધંધાર્થીઓ સામે કડક કાર્યવાહી સુરત મનપા દ્વારા હાથ ધરવામાં આવી છે.સુરત મહાનગર પાલિકા દ્વારા શહેરભરના 20 જેટલા પીવાના પાણીના પ્લાન્ટ ધારકોને નોટીસ પાઠવવામાં આવી હતી. લેબોરેટરી અને બીઆઈએસના લાયસન્સ વિના ધમધમતા વોટર પ્લાન્ટ હોવાના કારણે કાર્યવાહી કરવામાં આવી છે. અગાઉ મનપા દ્વારા ડિંડોલી, લિંબાયત વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવી હતી. પ્રથમ તમામ પ્લાન્ટ ધારકોને નોટીસ આપવામાં આવી હતી.ત્યારબાદ આજે સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી છે.આ લાઇસન્સ વગર પીવાના પાણીની ગુણવતા પર પ્રશ્નો ઉભા થાય છે.જે પાણી નો લેબોરેટરી ટેસ્ટ બાદ પાણી ની ગુણવત્તા ની જાણ થાય છે.જોકે વગર લેબોરેટરીએ આ પ્લાન્ટ ધારકો લોકોને પાણી પીવડાવી રહ્યા હતા.જે લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર છેડા ગણી શકાય.જેથી મનપા દ્વારા આવ પ્લાન્ટ ધારકો સામે ગંભીર પગલા લઈને સીલ મારવાની કામગીરી કરી હતી.
• Share •