Page Views: 145323

સુરતના કિલ્લો ને ફતેહ કરવામાં અકબર ને એક મહિનો ને સત્તર દિવસ લાગ્યા હતા

અકબર ખુદ સુરત ના કિલ્લાને જીતવા માટે આવ્યો હતો

સુરત-14-04-2018

૧૯૨૧ માં થયેલા સુરત શહેર ના થયેલા સર્વેક્ષણ સમયે કિલ્લો લગભગ મૂળ સ્થિતિ માં હતો. એમ તેનો ભૂમિઆલેખ જોતાં જણાય છે. કિલ્લા ની મુખ્ય દીવાલ ની પાછળ પાંત્રીસ ગજ પહોળી દિવાલ (ફસીલ) હતી જેની ઉપર ઉભા રહીને બંદુકચીઓ, ગોળીઓ છોડતા. ખ્વાજા સફરે જુનાગઢથી તોપો લાવીને સુરતના કિલ્લામાં ગોઠવી હતી. ૧૫૭૩માં સુરતના કિલ્લા ઉપર અધિકાર મેળવતાં બાદશાહ અકબર ને એક મહિનો અને સત્તર દિવસ લાગ્યા હતા જે આ કિલ્લાની મજબુતાઈ બતાવે છે.

મુલ્લા મહમદ અસ્ત્રાબાદી રઝાઈએ કિલ્લા ની પ્રશિસ્ત રચી હતી. જેના આધારે કિલ્લો બંધાયા નું વર્ષ નીકળે છે. તેઓ લખે છે: કિલ્લાથી સ્વર્ગ ની આંખો અંજાઈ ગઈ. જેમણે સ્વર્ગ અને પૃથ્વી ની હેરતભર વસ્તુઓ જોઈ છે.તેમને પણ આ કિલ્લા ના વખાણ કર્યાં છે. પરમેશ્વરની મદદ વગર આવું કાર્ય થઇ શકે નહી. તે (કિલ્લો) બંધાયાનું વર્ષ કાઢવા કલ્પના થાકી ગઈ ત્યારે ગેબી દુનિયા ની વાણી થઇ ‘સદ બુવદ બર સીના-ઉ-જાનઈ ફિરંગી ઈ બિનાય’ એટલે “આ કિલ્લો ફિરંગીઓની છાતી અને જીવન ઉપર પથ્થર ની જેમ ઉભો રહશે.” અબ્ઝદ પધ્ધતિ દ્વારા આ અંતિમ પંક્તિઓ માંથી કિલ્લા બંધાયાનું વર્ષ હિ.સ.૯૪૭ (ઈ.સ. ૧૫૪૦-૪૧) નીકળે છે.

૧૫૪૦થી અર્ધપર્યત કિલ્લાના આંતરિક અને બાહ્ય બાંધકામ માં ઘણા ફેરફાર થઇ ગયા છે. ખાઈ સંપૂર્ણ અદ્રશ્ય થઇ ગઈ છે. ૧૬૩૬માં કિલ્લા ના લાગેલી આગ ને લઈને મોટા તોતિંગ લાકડાના બિમ બળીને ગયા હતા. ખાઈ પૂરી જતા તે ઉપર નો પુલ પણ દુર કરાયો હતો. ૧૭૫૯ માં કિલ્લાનો હવાલો અંગ્રેજોને મળ્યો પછી સંરક્ષણના હેતુ થી ૧૭૬૦ માં વર્તમાન પ્રવેશદ્વાર બાંધવામાં આવ્યું હતું. કવિ નર્મદે કિલ્લાના પંચોતેર ફીટ ઊંચા મુખ્ય બુરજની નોંધ કરી છે જે પાછળથી નીચો કરી દેવાયો છે.

..........સુરત નો કિલ્લો લેવા અકબરે કરેલી વિસ્તૃત તૈયારી..........

અમદાવાદ ઉપર સત્તા સ્થાપ્યા પછી અકબરે સુરતના કિલ્લા ઉપર અધિકારની યોજના વિચારી કારણ કે સુરત નો કિલ્લો બળવાખોર મીર્ઝાઓનું આશ્રયસ્થાન બન્યો હતો અને મીર્ઝાઓએ સંરક્ષણની દર્ષ્ટિએ તેને મજબુત બનાવ્યો હતો. અમદાવાદથી રવાના થઈને ૧૫૩૭, ડિસેમ્બર-૨૦મી અકબર વડોદરા પહોચ્યા પછી સુરતનો કિલ્લો સર કરવા યોજના વિચારી હતી. ચુનંદા સરદારો-અમીરો ની બનેલી એક ટુકડી સૌ પ્રથમ સુરત તરફ યોગ્ય તપાસ માટે રવાના કરી જેમાં રાજા ભગવાનદાસ,રાજા માનસિંહ, સૈયદ મહમુદખાં બારહા, શાહ કુલીખાં અને મહરમખાં આલમ વગેરે હતા. (ક્રમશ)