અમરોલીમાંથી દોઢ લાખની નકલી નોટો સાથે બે યુવકો ઝડપાયાં

બન્ને યુવકોને પોલીસે બાતમીના આધારે ઝડપી લઈ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

સુરતઃ 

         અમરોલી પોલીસે બાતમીના આધારે રૂ. 1.50 લાખની ડુપ્લિકેટ નોટ સાથે રજવાડી પાર્ટી પ્લોટ સામેથી બે યુવાનોને પકડી પાડ્યા હતા.રજવાડી પાર્ટી પ્લોટ નજીક નકલી નોટ સાથે ફરતાં બન્ને યુવકોને પોલીસે બાતમીના આધારે ઝડપી લઈ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

          અમરોલી પોલીસે બાતમીના આધારે બે યુવકોની તપાસ કરી હતી. પકડાયેલાઓમાં જગદીશ લવજી વાઘાણી (રહે: હરિદર્શન સોસાયટી) અને મહંમદ સેરુલ બસર અન્સારી (રહે: ગોકુલ એપાર્ટમેન્ટ, વેડ રોડ)નો સમાવેશ થાય છે. જેની પાસેથી રૂ. 500ના દરની 295, રૂ. 200ના દરની 1, રૂ. 100ના દરની 3 અને રૂ. 50ના દરની 45 મળી કુલ રૂ. 1,50,250ની કિંમતની ડુપ્લિકેટ નોટ પોલીસે કબજે કરી છે.