સુરતઃ-
આજે પિક અવર્સ દરમિયાન કાપોદ્રા વિસ્તારમાં મહા ટ્રાફિક જામ સર્જાયો હતો. જેમાં સ્કૂલ અને કોલેજના સ્ટુડન્ટ પણ ફસાઈ ગયા હતા. જ્યારે ધોરણ 11ના સ્ટુડન્ટ પરિક્ષા આપવા જતા તે પણ લેટ પહોંચ્યા હતા.
સુરત ઓવરબ્રિજનું સિટી તરીકે ઓળખાય છે છતાં ટ્રાફિક જામની સમસ્યા અવાર નવાર જોવા મળે છે. ત્યારે આજે(મંગળવાર) પિક અવર્સમાં કાપોદ્રા ખાતે મહા ટ્રાફિક જામ સર્જાયો હતો. જેમાં બીઆરટીએસ, સિટી બસ સહિતના મોટા અને નાના વાહનો ફસાઈ ગયા હતા. સ્કૂલ અને કોલેજમાં અભ્યાસ કરતા સ્ટુડન્ટ મોટાભાગે બીઆરટીએસ અને સિટી બસમાં સ્કૂલ કોલેજ પહોંચે છે. કાપોદ્રામાં સર્જાયેલા ટ્રાફિકજામને લઈને સ્ટુડન્ટ ફસાઈ ગયા હતા. ધોરણ 11માં અભ્યાસ કરતા સ્ટુડન્ટની આજ રોજ પરિક્ષા હતા. જેમાં સ્ટુડન્ટ લેટ પહોંચતા રોષ જોવા મળ્યો હતો.જોકે, ટ્રાફિક રાબેતા મુજબ થતા વાહન ચાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
• Share •